ડાંગ જિલ્લાના બૅન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત તથા ગ્રામીણ સ્વ રોજગાર તાલીમ સંસ્થા સહયોગથી આહવા ખાતે બહેનો માટે બ્યુટી પાર્લર મેનેજમેન્ટની ૩૦ દિવસની વિનામુલ્યે તાલીમ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. ડાંગ જિલ્લાના વિવિધ ગામોની કુલ ૩૨ બહેનોએ સંપૂર્ણ પણે વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા સાથે ૩૦ દિવસની તાલીમ પુર્ણ કરતા તેઓને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. આ તાલીમ કાર્યક્રમમા થ્રેડીંગ, વેક્સ, મેનીક્યોર પેડીક્યોર, નેલ આર્ટ ફેસિયલ, બોડી પોલીસીંગ, પાર્ટી મેકઅપ, મહેદી, બ્લીચ, હેર કટ, હેર સ્ટાઈલ, સ્ટ્રેટનિંગ, બ્રાયડલ મેકઅપ, વગેરેની પ્રેક્ટીકલ તાલીમ આપવામા આવી હતી. તેમજ બહેનો આરસેટી દ્વારા આત્મનિર્ભર કેવી રીતના બની શકે તે માટે રમતો દ્વારા શિખામણ આપવામા આવી હતી. આ પ્રસંગે સ્ટેટ કંટ્રોલર, ટ્રેનર, આરસેટી ડાયરેક્ટર, ફેકલ્ટી તેમજ આરસેટી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500