Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:રૂપિયા ૫૦ લાખની જમીનના સોદામાં ભેજાબાજોએ બોગસ દસ્તાવેજ ઉભા કર્યા:પોલીસ તપાસ શરૂ

  • June 08, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના દેગામાં ગામના ત્રણ જણાએ ખોટા દસ્તાવેજ બનાવી વેચાણ અંગેનો સમજુતી સહીતનો બાહેધરી ખતનો લેખ ખોટી બનાવટ અંગેનો લખાણ લખી ખરા તરીકે ઉપયોગ કરતા અલ્પેશભાઇ ચપટવાલાએ ત્રણેય વિરૂધ્ધ વાલોડ પોલીસ મથકે ફરિયાદ કરી છે.જેમની ફરિયાદને આધારે ત્રણેય ભેજાબાજો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના દેગામા ગામના ધોધીયા ફળીયામાં રહેતા (૧) નિર્મળાબેન ઠાકોરભાઇ ગામીત (૨) પીનાકીનભાઇ જીવણભાઇ ગામીત (૩) જીવણભાઇ ડાહ્યાભાઇ ગામીત નાઓ ગત તારીખ-૨૨/૦૨/૨૦૧૬ પહેલા હર કોઇ વખતે,રૂપિયા ૫૦ લાખમાં અલ્પેશભાઈ સાથે જમીનના સોદેબાજીમાં બેઠા હતા.જેમાં રકઝક બાદ ૨૧ લાખમાં સોદો ફાઈનલ થયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.તે સમયે રૂપિયા ૫ લાખ બાનાપેટે લીધા બાદ વેચાણ અંગેનો સમજુતી સહીતનો બાહેધરી ખતનો લેખ ખોટી બનાવટ અંગેનો લખાણ લખી તેઓ તમામને જાત માહીત હતી કે સદર વેચાણ કરારમા લખી આપનાર તરીકે દીપકભાઇ ઠાકોરભાઇ ગામીત પોતે ન હોવા છતા દીપકભાઇ ઠાકોરભાઇ ગામીતનામની પીનાકીનભાઇ એ ખોટી બનાવટી સહી કરી તેમજ દીપકભાઇ ઠાકોરભાઇ ગામીતના નામનુ ખોટુ ચુંટણી કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી એેક બીજાના મેળાપીપણામા પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી અલ્પેશભાઇ કિરણચંદ્ર ચપટવાલા રહે.૨/૩૦૩,અંકુર ફલેટસ,સરદાર બ્રીજની સામે,અડાજણ સુરત તા.જી.સુરત સાથે વિશ્વાસઘાત તથા ઠગાઇ કરવાના ઇરાદે ખોટા દસ્તાવેજ બનાવી તેનો  ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાની ફરિયાદને આધારે તા.૦૭/૦૬/૨૦૧૮ નારોજ વાલોડ પોલીસ મથકે ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૩૪,૧૨૦(બી)મુજબ ત્રણેય જણા વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર થયો છે.બનાવ અંગે આગળની વધુ તપાસ PI એન.જે.બીરાડે એલસીબી-તાપી નાઓ કરી રહ્યા છે.   High light-બોગસ દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કરનાર:(૧) નિર્મળાબેન ઠાકોરભાઇ ગામીત (૨) પીનાકીનભાઇ જીવણભાઇ ગામીત (૩) જીવણભાઇ ડાહ્યાભાઇ ગામીત ત્રણેય રહેવાસી-દેગામા,ધોધીયા ફળીયુ તા.વાલોડ જી.તાપી High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application