તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નવસારી એસટી ડેપોનો મેનેજર અને હેલ્પર રૂપિયા ૨૦,૦૦૦/-ની લાંચ સ્વીકારતા એસીબી વિભાગના ગોઠવેલા છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા.બનાવના પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર:એસીબી વિભાગને મળેલી ફરિયાદના આધારે તા.૮મી જુન ના રોજ ફરીયાદી ST વિભાગમાં કલાર્ક તરીકે નોકરી કરતા હોય તેઓની બદલી વલસાડ ST ડેપોથી નવસારી ST ડેપોમાં થતાં સલીમભાઇ અબ્દુલહમીદ મોમીન,ડેપો મેનેજર,વર્ગ-૨,નવસારી એસ. ટી. ડેપો પાસે હાજર થવા જતા,ડેપો મેનેજરે હાજર કરવાની અવેજ પેટે આ કામના ફરિયાદી પાસે રૂ.૩૦,૦૦૦/- ની લાંચની માગણી કરી પ્રથમ રૂ.૨૦,૦૦૦/-હાલ અને બીજા રૂ.૧૦,૦૦૦/-આવતા મહિને લાંચની રકમ મુસ્તાક યુસુફ બંગડીવાલા,હેલ્પર,વર્ગ-૩,નવસારી એસ.ટી.ડેપો ને આપવા જણાવેલ જે ફરીયાદને આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસે રૂ,૨૦,૦૦૦/- લાંચની રકમ ડેપો મેનેજર અને હેલ્પર એક બીજાના મેળાપીપણામાં ફરીયાદી પાસે માંગી સ્વીકારી સી.એમ.જાડેજા,પીઆઈ એસીબી-નવસારી તથા એસીબી સ્ટાફ ના હાથે આબાદ ઝડપાઈ ગયા હતા.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500