તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોની સમસ્યાઓની વહેલી તકે ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોનાભાઈ ગામીતની આગેવાનીમાં આપવામાં આવેલ આવેદનપત્રમાં ખેડૂતોના હિતમાં વિવિધ મુદ્દે માંગણીઓ કરવામાં આવી હતી.
ખેડૂતોના હિતમાં સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી લાગણી સાથે આવેદનપત્ર સોનગઢ મામલતદારને સુપ્રત કર્યું હતું.રાજ્ય સરકાર દ્વારા વિકાસના નામે ખેડૂતો ની કિંમતી ખેતીવાળી જમીન નિયમ વિરુધ્ધ સંપાદન કરવામાં આવી રહી છે.બુલેટ ટ્રેન,ધોલેરા સર હોય કે પછી ભાવનગર પાવર પ્લાન્ટની જમીન,દરેકમાં સ્થાનિક ખેડૂતો લાંબા સમયથી જમીન બચાવવા આંદોલન કરી રહ્યા છે,જમીન માપણી તાત્કાલિક અસરથી નવી માપણી ના આધારે થયેલ પ્રમોલગેશન રદ કરવા માપણી અને તેના આધારે બનેલ લેન્ડ રેકોર્ડની માન્યતા ચાલુ રાખવા અને ભ્રષ્ટાચારની તપાસ કરવા,તેમજ ખેડૂતો પરના અત્યાચાર તથા ખેડૂતોને મળવા પાત્ર ખેતીની જરૂરી સુવિધાઓ,વીજળી અને સિંચાઈનું પાણી મળી તેવી વ્યવસ્થા,ખેતપેદાશો માટે પોષણક્ષમ ભાવ ખરીદીની વ્યવસ્થા,પાક વીમાની ચુકવણી મુદ્દે યોગ્ય સમયે પુરતી વીજળીના અભાવ કે નબળા-નકલી બિયારણ જેવા અનેકવિધ કારણોસર પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોની પાક વિમાની પુરતી રકમ સમયસર ચુકવવામાં આવતી નથી.પાક વીમાની ચુકવણી સરળતાથી ખેડૂતોને કરવામાં આવે તેવી માંગ સાથે સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં કોંગ્રેસ સમિતિના જવાબદાર હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
high light-સોનગઢ કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ,ગુજરાતીમાં ભાજપની સરકાર દ્વારા છેલ્લા બે દાયકામાં ખેડૂતોના નામે માત્ર મોટી અને ખોટી વાતો કરવામાં આવે છે.કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળાના નાટકો ભજવાય છે.પરંતુ ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો નું નિરાકરણ કરવામાં કદાચ ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે.ખેડૂતોના આત્મા હત્યાના બનાવો સતત બનતા રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application