Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:શરીરે કેરોસીન છાંટી આપઘાત કરવાનો પ્રયાસ કરનાર યુવતીનું સારવાર દરમિયાન મોત

  • June 08, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા તાલુકાના ઉંમરકુઈ ગામે અગમ્ય કારણોસર શરીરે કેરોસીન છાંટી આપઘાત કરવાનો પ્રયાસ કરનાર ૨૦ વર્ષીય યુવતીનું સુરત-નવી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે જાહેર થયો છે. ગત તા,૩૧મી મે ૨૦૧૮ નારોજ વ્યારા તાલુકાના ઉંમરકુઈ ગામના મોટુંફળીયામાં રહેતી રીટાબેન દિનેશભાઈ ગામીત(ઉ.વ.૨૦) નીએ અગમ્ય કારણોસર જાતે શરીરે કેરોસીન છાંટી સળગી જતાં મોઢુ,છાતી અને પેટના ભાગે દાઝેલ હોય,તેમને પ્રથમ સારવાર અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી,ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત-નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા તા.૩૧મી મે ૨૦૧૮ નારોજ મોત નીપજ્યું હોવાના બનાવ ખટોદરા-સુરત પોલીસ મથકે તા,૩૦મી મે નારોજ સીઆરપીસી કલમ ૧૭૪ મુજબ રજીસ્ટર થયો હતો.જયારે વ્યારા પોલીસ મથકે તા.૭મી જુન ૨૦૧૮ નારોજ બનાવ જાહેર કરવામાં આવ્યો છે.બનાવ અંગે આગળની વધુ તપાસ એએસઆઈ સંજયભાઈ મધુકરભાઈ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application