ભરત શાહ દ્વારા રાજપીપળા:રાજપીપળા સિંધીવાડ વિસ્તાર માં રહેતા એકજ કોમના વ્યક્તિઓ વચ્ચે થયેલી બબાલ માં કુલ-૭ વિરુદ્ધ સામ સામી ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સિંધીવાડ ખાતે રહેતા નઇમ મહેબૂખાન પઠાણ એ આપેલી પહેલી ફરિયાદ મુજબ બોસ નામના વોટ્સએપ ગ્રુપ માં મેસેજ કરતા મામલો બગડ્યો હતો જેમાં નઇમ સાંજના સમયે સામવાળા ના ઘર પાસે થી પસાર થતો હતો ત્યારે નઇમ ને બુમ પાડી ઉભો રાખી હોકી પાઇપ વડે નઇમ ને માર મારતા તેને માથા માં અને પગમાં વાગી જતા તેણે બુમાબુમ કરતા નઇમ ના ઘરના સભ્યો ત્યાં દોડી આવી કેમ ઝગડો કરો છો તેમ કહેતા સામા વાળા ના પુત્ર એ ઘર માંથી બંદૂક લાવી લોડ કરી નઇમ પર તાકતા પિતા એ કહ્યું કે બંદૂક નું લાઇસન્સ છે તું ગોળી મારી દે હું પહોંચી વળીસ તેમ જણાવી મારી નાખવાની ધમકી આપી હોય આ બાબતે નઇમેં નાઝીમઅલી નીયાઝઅલી કાદરી,કૈફઅલી ઉર્ફે બોબી નાઝીમઅલી કાદરી,સૈફઅલી ઉર્ફે ગુડું નાઝીમઅલી કાદરી તમામ રહે.સિંધીવાડ રાજપીપલા સામે ફરિયાદ આપી હતી.જ્યારે નાઝીમઅલી નીયાઝઅલી કાદરી એ સામે આપેલી ક્રોસ ફરિયાદ મુજબ નઇમ તેમના ધરના પાસે આવી કહેવા લાગેલ કે, તમે પોલીસને બાતમી આપી અમારી પાસેથી હથીયાર.પકડાવેલ છે તેમ કહી ગમે તેમ ગાળો બોલવા લાગેલ જેથી નાઝીમલી એ જણાવેલ કે અમે પોલીસને બાતમી આપી નથી તેમ કહેતા નઇમ એકદમ ઉશકેરાઇ જઇ ઝપાઝપી કરવા લાગતા નાઝીમઅલીનો મોટો દીકરો ત્યાં આવી જતા નઇમ તેના ઘર તરફ જતો રહેલ અને ફરીથી હાથમા લાકડાનો ઝંડો લઇ આવી નાઝીમઅલી ના પુત્ર કૈફઅલી ને ડંડો મારી ઇજા કરી તથા નાઝીમઅલી ને પણ મારી ઇજા કરેલ આ વખતે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ત્યાં આવી ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય આ બાબતે નાઝીમઅલી એ નઇમખાન મહેબૂબખાન પઠાણ, યારીન ખાન યામીનખાન પઠાણ,નક્ષતખાન યામીન ખાન પઠાણ અને અફઝલખાન મહેબૂબખાન પઠાણ તમામ રહે,સિંધી વાડ,રાજપીપળા. વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application