Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Gujarat:પોલીસ ની છબી સુધારવા માટે નિર્દેશ આપવામાં આવ્યા:વર્તણૂક અને પહેરવેશ ઉપર વિશેષ ધ્યાન

  • June 07, 2018 

રાજ્યમાં પોલીસની છબી સુધારવા માટે ડીજીપી શિવાનંદ ઝા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામામાં પોલીસ જવાનોને તેમની વર્તણૂક અને પહેરવેશ પર ધ્યાન આપવા ઉપરાંત બીજા કેટલાક નિર્દેશ આપવામાં આવ્યા છે.પોલીસની છબી સુધારવા માટે કેટલાક નિર્દેશ પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે. આ નિર્દેશોમાં સૌથી પહેલા તેમની વર્તણૂક પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે.પોલીસ મહાનિર્દેશકે પોતાના જાહેરાનામાં કહ્યું છે કે,પોલીસની વર્તણૂક અને તેની કામ કરવાની રીતથી સામાન્ય લોકોમાં તેની છબી બંધાય છે,તો તેને સુધારવી જરૂરી છે.આમ પોલીસ જવાનોની છબીને સુધારવા માટે કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે,જે આવનારા સમયમાં ગુજરાતભરના પોલીસ કર્મચારીઓને અપનાવવા પડશે.દરેક પોલીસ જવાનને નિયત અને સંપૂર્ણ યૂનિફોર્મમાં ફરજ બજાવવાની રહેશે,જેમાં લાઠી ફરજિયાત પોતાની પાસે રાખવી પડશે-યૂનિફોર્મ પણ ઈસ્ત્રીબંધ હોવો જરૂરી છે અને તેની નોંધ ઉપરી અધિકારીએ પણ રાખવી પડશે.બંદોબસ્ત અથવા ટ્રાફિક સંચાલનની ફરજ દરમિયાન પોલીસ કર્મચારી ગમે ત્યાં જગ્યાએ અથવા સ્થળે બેસી શકશે નહી,(બાંકડા પર અથવા ફરજની જગ્યાની આસપાર પડેલી બાઈક પર વગેરે),પોલીસ કર્મચારીઓ જ્યારે એક જગ્યાએ મોટી સંખ્યામાં ભેગા થશે ત્યારે તેમને શિસ્ત બંધ રહેવું પડશે.ફરજ દરમિયાન પોલીસ કર્મચારી મોબાઈલ પર ખુબ જ લાંબા સમય સુધી વાતચીત અને મોબાઈલમાં અન્ય એપ્લિકેશનનો ઉપોયગ લાંબા સમય સુધી કરી શકશે નહી-સવેદનશીલ જગ્યાએ ફરજ દરમિયાન મોબાઈલ સ્વીચ ઓફ અથવા સાઈલેન્ટ રાખવો-પોલીસ અધિકારી પોતાના સેલ્યુલર ફોનના ઉપયોગથી કોઈપણ ગુન્હા ની અથવા ઈન્કવાયરીની તપાસની માહિતી કોઈપણ અનિધિકૃત વ્યક્તિ સાથે આપલે કરી શકશે નહી-પોલીસ કર્મચારી જ્યારે વર્દીમાં સરકારી કે ખાનગી વાહન પર જતાં હોય ત્યારે નિયમાનુસાર બાઈક હોય તો હેલમેટ અને ગાડી હોય તો સિટબેલ્ટ ફરજીયાત પહેરવાનો રહેશે.   High light-ફરજ દરમિયાન પોલીસ કર્મચારી મોબાઈલ પર ખુબ જ લાંબા સમય સુધી વાતચીત અને મોબાઈલમાં અન્ય એપ્લિકેશનનો ઉપોયગ લાંબા સમય સુધી કરી શકશે નહી - સવેદનશીલ જગ્યાએ ફરજ દરમિયાન મોબાઈલ સ્વીચ ઓફ અથવા સાઈલેન્ટ રાખવો - પોલીસ અધિકારી પોતાના સેલ્યુલર ફોનના ઉપયોગથી કોઈપણ ગુન્હા ની અથવા ઈન્કવાયરીની તપાસની માહિતી કોઈપણ અનિધિકૃત વ્યક્તિ સાથે આપલે કરી શકશે નહી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application