ભરત શાહ દ્વારા રાજપીપળા:રાજપીપળા શહેર ના ખત્રીવાડ માં રહેતા એક પરિણીત યુવાને પત્ની ના વિરહ માં પોઈચા પુલ પર થી મોત નો કૂદકો મારી જીવનનો અંત આણ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા સોનિવાડ માં રહેતા વિજય ઉર્ફે(રવિ)કાનજીભાઈ સવાણી (ઉ.વ.27) ના લગ્ન ચારેક વર્ષ પૂર્વે થયા બાદ તે પોતાના પરિવાર થી અલગ પત્ની સાથે ખત્રીવાડ ખાતે એક ભાડા ના મકાન માં રહેતા હતા.પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ વિજય ઉર્ફે રવિ વ્યસન ની લતે ચઢી જતા અવાર નવાર પતિ પત્ની વચ્ચે ઝગડા થતા હોય અઠવાડિયા પહેલા પણ દંપતી વચ્ચે સામાન્ય બાબતે ઝગડો થતા પત્ની તેના ખત્રીવાડ ખાતે જ આવેલા પિયર ચાલી ગઈ હતી. બુધવારે બપોરે પત્ની તેના વડોદરા ખાતે રહેતા ભાઈ ને ત્યાં રાખડી બાંધવા ગઈ હતી ત્યાં અચાનક તેના પતિદેવ પણ પહોંચી ગયા ત્યાં પહોંચી પતિ એ પત્ની ને જણાવ્યું કે તું મારી સાથે રાજપીપળા ચાલ પરંતુ પત્ની પતિની બાઈક પર ન બેસી તેના તેના ભાઈ ની બાઈક પર બેસી રાજપીપળા આવવા નીકળી ત્યારે પોઈચા બ્રિજ નજીક પતિ એ તેમની બાઈક ની ઓવરટેક કરી બ્રિજ ઉપર બાઈક મૂકી પાછળ આવતી પત્ની અને સાડા ની નજર સમક્ષ જ બ્રિજ ઉપર થી નદી માં છલાંગ લગાવતા ત્યાં બુમાબુમ થઈ પરંતુ કોઈ કઈ કરે તે પહેલાં વિજય સવાણી ના જીવન નો અંત આવ્યો હોય આ બાબતે પરિવારજનો એ રાજપીપળા પોલીસ ને જાણ કરતા પોલીસે વિજય ના મૃતદેહ ને પીએમ માં મોકલી હાલ અ. મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application