Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિયમોનું પાલન ન થશે તો  ધંધાના સ્‍થળને સીલ કરવામાં આવશે

  • August 06, 2020 

Tapi mitra news:વલસાડ શહેરની જાહેર જનતા તથા દુકાનદારો, વેપારીઓ, મોલના માલિકોને  જણાવવામાં આવે છે કે,  હાલ કોવિડ-૧૯ની મહામારીના  કારણે  સંક્રમણનો ભય ખૂબ વધી રહેલો હોવાથી તેમજ આગામી દિવસોમાં આવી  રહેલા તહેવારોને ધ્‍યાને રાખી કોવિડ-૧૯ ના એસ.ઓ.પી મુજબ સોશિયલ ડીસ્‍ટન્‍સનું પાલન કરવું, ફરજિયાત માસ્‍ક પહેરવું  તેમજ ધંધાના સ્‍થળે  સેનીટાઇઝરનો મહત્તમ ઉપયોગ કરી સાવચેતીના પગલાં લેવા જણાવવામાં આવે  છે. આ શરતોનું ધંધાના સ્‍થળે પાલન કરાવવાની તમામ જવાબદારી ધંધાર્થી-દુકાનદારની પોતાની રહેશે. વલસાડ જિલ્લા સ્‍કોર્ડ સમિતિની આકસ્‍મિક તપાસણી દરમિયાન આપના ધંધાના સ્‍થળ ઉપર કોવિડ-૧૯ના નિયમોનું ઉલ્લંઘન થતું જણાશે તો સૌ પ્રથમ  પ્રાથમિક ચેતવણી આપવામાં આવશે. ત્‍યારબાદ પણ જો કોવિડ-૧૯ ના નિયમોનું પાલન ન થશે તો ધંધાના સ્‍થળને સીલ કરી  આવા ધંધાર્થી કે વેપારી વિરૂધ્‍ધ ધ એપેડેમીક ડીઝાસ્‍ટર એકટ ૧૮૯૭ અને ધ ગુજરાત મેનેજમેન્‍ટ એકટ-૨૦૦૫ અન્‍વયે કાયદેસરની શિક્ષાત્‍મક કાર્યવાહી કરવાની ફરજ પડશે. આ મહામારીના સંક્રમણને રોકવા માટે સૌનો સહયોગ અનિવાર્ય છે. તેમ  જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલ દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application