Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભિલાડ ફાયરિંગ બટ વિસ્‍તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ

  • August 06, 2020 

Tapi mitra news:વલસાડ જિલ્લાના ભિલાડ ફાયરિંગ બટ વિસ્‍તારમાં કમાન્‍ડન્‍ટ ઓયિસર, બાર્ક, ટેપ્‍સ, તારાપુર મહારાષ્‍ટ્રના અધિકારી/ કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્‍ટિસ તા.૧૬/૦૯/૨૦ થી ૧૮/૦૯/૨૦ દરમિયાન સવારે ૭-૦૦ થી સાંજના ૪-૩૦ કલાક સુધી યોજાશે. આ ફાયરિંગ પ્રેક્‍ટિસ દરમિયાન કોઇપણ વ્‍યકિતને ઇજા ન થાય તે હેતુસર વલસાડના અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ એન.એ.રાજપૂતે એક જાહેરનામા દ્વારા ફાયરિંગ બટ ભીલાડ તા.ઉમરગામ જિ.વલસાડના ર કિ.મી. વિસ્‍તારમાં ઉપરોકત સમય અને તારીખે આજુબાજુના રહીશો તેમજ બહારના કોઇ અનઅધિકૃત વ્‍યકિતઓને આ જમીનની હદ વિસ્‍તારમાં પ્રવેશ કરવા અથવા હદમાં ફરવા તેમજ કોઇપણ ઢોર માલિકો તેમના ઢોર-ઢાંખરને લઇને પ્રવેશ કરવા ઉપર મનાઇ ફરમાવી છે. ગોળીબાર પ્રેક્‍ટિસ દરમિયાન ગોળીબારથી ઇજા ન થાય તે માટે જાહેર જનતાને સાવચેત રહેવા પણ જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application