તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:ડોલવણના બેડચીત ગામની સીમ માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં આજરોજ બપોરે ચાર જેટલા રાજસ્થાની યુવકો માંથી ત્રણ યુવકો નહેરના વહેતા પાણીમાં ઉતરતા ત્રણેય યુવકો નહેરના વહેતા પાણીમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.ત્રણ યુવકો પૈકી એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે.જયારે બે યુવકોને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધવામાં આવી રહ્યા છે.બનાવની જાણ ડોલવણ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર તા.૬ઠ્ઠી જુન ૨૦૧૮ નારોજ,ડોલવણ તાલુકાના બેડચીત ગામની સીમ માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરના વહેતા પાણીમાં આજરોજ બપોરે ચાર યુવકો પૈકી ત્રણ જેટલા રાજસ્થાની યુવકો(૧)ગીરીરાજ ગેંદીલાલ ગોસ્વામી (ઉ.વ.૨૮),(૨)રાહુલ ગેંદીલાલ ગોસ્વામી(ઉ.વ.૧૯),(૩)ઘોલું સુરેશપૂરી ગોસ્વામી(ઉ.વ.૨૦),(૪)મહાનું શોની(ઉ.વ.૨૦)તમામ હાલ રહે,વાલોડ-તાપી મૂળ રહે-રાજસ્થાન,નાઓ નહેરમાં હાથપગ ધોવા અથવા ન્હાવા માટે જતા નહેરના વહેતા પાણીના પ્રવાહમાં ત્રણ યુવકો તણાઈ ગયા હતા,દરમિયાન ગીરીરાજ નામના યુવકને બચાવી લેવામાં આવ્યો હતો,બનાવના પગલે ઘટના સ્થળ પર પહોચેલી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરના પાણીમાં તણાઈ ગયેલા રાહુલ ગોસ્વામી અને ઘોલું ગોસ્વામી નામના યુવકોની શોધખોળ શરુ કરી છે,મોડી સાંજ સુધી યુવકો પત્તો ના લગતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે,ઘટના સ્થળ ઉપર દોડી આવેલ ડોલવણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500