Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અયોધ્યામાં રામ મંદિર ના ભૂમિપૂજન ની સાથે રાજપીપળા ના રામજી મંદિર અને સફેદ ટાવર ખાતે પણ ઉજવણી

  • August 05, 2020 

ભરત શાહ દ્વારા રાજપીપળા : 500 વર્ષના પૂર્વ વિદેશી આક્રમણ દ્વારા હિન્દુઓના મંદિર તોડી ત્યાં મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા મસ્જિદ સ્થાપવામાં આવી હતી આ સ્થળોએ અયોધ્યા માં શ્રી રામ જન્મભૂમિ એ બાબરી મસ્જિદ પણ સ્થાપવા માં આવી હતી આ બાબરી મસ્જિદને જ્યારે તોડવામાં આવી ત્યારથી આંદોલન ઘણા તેજ થયા અને આખરે ભારતના મુખ્ય પ્રધાન એવા નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર આજે શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે રાજપીપળા માં આજરોજ રામજી મંદિર,સફેદ ટાવર ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શ્રી રામજી નું પૂજન આરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જ્યારે ભારતમાં શ્રી રામ જન્મભૂમિ શિલાન્યાસ આજ ના દિવસે થયો ત્યારે સમગ્ર ભારતના હિન્દુઓમાં ખુશીની લહેર છલકાઈ ઉઠી હતી જેથી રામજી ની પૂજા કરી અયોધ્યા ન જઈ શકતા વ્યક્તિઓ એ સમગ્ર ભારતમાં શ્રી રામની પૂજા કરી ને પોતે અયોધ્યામાં ઉપસ્થિત છે એવી લાગણી સાથે સંગઠન દ્વારા શ્રી રામજીની પૂજા-અર્ચના કરી મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે તે સમયે સમગ્ર હિન્દુઓમાં ઉષા અને ઉત્સવ ની લાગણી જોવા મળી છે ત્યારે આ લાગણીને તેઓએ દરેક વ્યક્તિઓને મોઢું મીઠું કરાવી વ્યક્ત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application