ભરત શાહ દ્વારા રાજપીપળા:રાજપીપળા ના કાર માઈકલ પુલ નજીક કોલેજ રોડ ઉપર આવેલી વૃંદાવન સોસાયટીમાં ગત મોડી રાત્રે ચોર ટોળકી ત્રાટકી એક સાથે ત્રણ મકાનો મા બારી ની ગ્રીલ કાઢી ઘરમા પ્રવેશી જવેલરી ની ચોરી કરી ફરાર થયાં હતા. સવારે પોલીસ ને જાણ કરાતા DYSP રાજેશ પરમાર સહિત ટાઉન PI રાઠવા સહિત નો કાફલો તુરત ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ નો તાગ મેળવીને ચોરી નો ભેદ ઉકેલવાની દિશા માં કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા ની વૃંદાવન સોસાયટી માં ગત રાત્રિના ચોર ટોળકી એ ડૉ.દિપલ પટેલ પ્રોફેસર અમિત પટેલ સહિત નિવૃત ફોરેસ્ટર મંગલસિહ જાદવ ના ધરમાં ધરવાળા પોતાના બેડરૂમમાં સુતા હતાં ત્યારે ધરમા લોખંડની ગ્રીલ,બારી દરવાજા તોડી પ્રવેશ કર્યો હતો.જે રૂમો મા ધર માલિક સુતા હતા તે રુમમાં બહાર થી સ્ટોપર મારી દેવામાં આવ્યા હતા.જેથી કોઇ જાગી જાય તો રુમ ની બહાર ન નીકળી શકે.દરેક ધરની બહાર પથ્થરો ભેગા કરીને પણ ચોરટાઓ લાવ્યા હતા કે જો પરિસ્થિતિ વણસે ભાગવાનો વારો આવે તો પથ્થર મારો કરી શકાય.
ધરમા પ્રવેશી ચોરટાઓએ સોના ચાંદી ના ધરેણા જ્વેલરી ઉપર પોતાની નજર રાખી હતી કારણ કે ઘર મા પડેલા લેપટોપ,રોકડ રુપિયા,મોબાઈલ ફોન વિગેરેને અડકયા પણ ન હતા, તેમનો ટાર્ગેટ જાણે દાગીના જ હોય તેમ ઘટના પર થી જણાયું હતું.સોસાયટીમાં સી.સી.ટી.વી. કેમેરા હોય કેમેરા ને ઉંચા કરી દેવાયા હતા.ત્રણ મકાન પૈકી ફરિયાદી ડો.દીપલ સુરેશભાઈ પટેલ અને ભીમસિંગ ભાઈ જાદવ ના ઘર માંથી ચોરટા ઓ સોનાના દાગીના સમજી 3 નંગ હાર ઉઠાવી ગયા હતા પરંતું આ ત્રણેય હાર બગસરા(ઇમિટેશન જવેલરી) ના હતા જેની કિંમત ફકતબ2,250/- જ હોય તેની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સોસાયટી ના અન્ય ત્રણ મકાન માં પણ ઘુસવા પ્રયાસ કર્યો હતો પરંતુ ડબલ ગ્રીલ અને મજબુત બારી, બારણાં ના કારણે તેઓ સફળ થયા ન હતા.આમ બંગલા માં લાખો ના દાગીના ની ચોરી ના ઇરાદે આવેલા ચોરટાઓ સોના ના દાગીના સમજી રીતસર ના છેતરાઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ સોસાયટીમાં આ અગાઉ પણ ડૉ.દિપલ પટેલ સહિત અન્ય ની મોટરસાઈકલો ની ચોરી થઇ હતી.જેના ભેદ હજી સુધી ઉકેલાયા નથી ત્યાં ફરી આ ચોરી થઇ હતી.રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.