Tapi mitra news:COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૫ મી ઓગસ્ટ , ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૫ (પાંચ) દરદીઓ સહિત કુલ ૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૧૨,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧૯ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૪૩૮ નોંધાવા પામી છે.
રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૭ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૪ દરદીઓ સહીત કુલ ૧૧ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામા આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૦૭ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૫૭ દરદીઓ સહિત કુલ ૩૬૪ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૬ દરદીઓ, અમદાવાદ ખાતે ૨ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૧૨ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૧ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૨૩ દરદીઓ સહિત કુલ ૭૪ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૪૧ ,ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૨૧૬ સહિત કુલ ૨૬૬ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૫ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- ૬૦,૧૧૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૪૫ દરદીઓ, તાવના ૨૧ દરદીઓ, ઝાડાના ૪૨ દરદીઓ સહિત કુલ-૧૦૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૧૧,૯૪૧ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૪,૨૧,૦૨૨ લોકોને વિતરણ કરાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500