Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:સગા ભાઈને મોતને ઘાટ ઉતારનાર બહેનને￶ સાત વર્ષ ની સજા થતા ચકચાર

  • June 06, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચિચડીયા ગામે રહેતા મરનાર ભુલાભાઇ ભયજીભાઈ તડવી (50) ગત તારીખ 16-6-16 ના રોજ સાંજે લઘભગ પાંચ વાગે પોતાના ઘર પાસે ઉભો હતો એ સમયે તેની સગી બહેન રાધાબેન ઉર્ફે સોમીબેન રમણભાઈ તડવી (40) પોતાના બકરા તેના ઘર તરફ લઈ જતી હતી ત્યારે બકરા ભુલાના ઘર ના વાડામાં ઘૂસી જતા બંને ભાઈ-બેન વચ્ચે બોલાચાલી અને ઝગડો થયા બાદ રાધાએ ઝપાઝપી કરી સગા ભાઈ ને ગુસ્સે ભરાયેલી બહેને તેના ઘરમાં ખેંચી લઈ ગઈ અને ઘર માં પડેલા દાતરડા વડે ભાઈ ને એક ઘા મારી ઇજા કર્યા બાદ કોઈ સારવાર પણ ન કરાવેલ અને ઈજાગ્રસ્ત ભાઈ આખી રાત એવીજ હાલતમાં પોતાના ઘર ના ઓટલા પર સુઈ રહ્યો ત્યાર બાદ સવારે 108 દ્વારા તેને ગરુડેશ્વર દવાખાને લઈ જતા ફરજ પર ના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બાબતે કાળુભાઇ તડવી એ ગરુડેશ્વર પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે હત્યા નો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.જે.બારીયા અને એ.એમ.ગઢવી કરતા આ કેશ રાજપીપલા ની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જજ જે.પી.ગઢવી.એ ફરિયાદી તરફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ ની દલીલો અને પુરાવાઓ ને ધ્યાને રાખી આરોપી રાધાબેન ને કોર્ટે કસૂરવાર ઠેરવી સાત વર્ષ ની સખદ કેદ તથા એક હજાર રૂપિયા દંડ ફટકારતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.(ફાઈલ તસ્વીર)   high light-ગુસ્સે ભરાયેલી બહેને તેના ઘરમાં ખેંચી લઈ ગઈ અને ઘર માં પડેલા દાતરડા વડે ભાઈ ને એક ઘા મારી ઇજા કર્યા બાદ કોઈ સારવાર પણ ન કરાવેલ અને ઈજાગ્રસ્ત ભાઈ આખી રાત એવીજ હાલતમાં પોતાના ઘર ના ઓટલા પર સુઈ રહ્યો ત્યાર બાદ સવારે 108 દ્વારા તેને ગરુડેશ્વર દવાખાને લઈ જતા ફરજ પર ના ડોક્ટરે તેને મૃત જાહેર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application