ભરત શાહ દ્વારા રાજપીપળા:કોરોના ના હાઉ વચ્ચે રાજપીપળા શહેર માં રક્ષાબંધનનો પર્વ ખૂબ સાદગી થી ઉજવાયો,કોરોના જેવી મહામારી માં પણ નર્મદા પોલીસ માં ફરજ બજાવતા PSI કે.કે.પાઠક કે જે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ની સૂચના મુજબ લોકોને કોરોના ના સંક્રમણ થી બચાવવા સતત પેટ્રોલિંગ કરી રેડ જોન સહિતના વિસ્તારો માં વગર કામે ફરતા લોકો ને અટકાવી શહેર માં કોરોના ના કેસ ન વધે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહી ક્યારેક કાયદેસર કાર્યવાહી પણ કરતા ન ખચકાતા અને પોતાના સ્વાસ્થ્ય ની પણ ચિંતા ન કરી બુલેટ પર સતત પોતાની ફરજ ના ભાગરૂપે પેટ્રોલિંગ કરી કાયદાનું પાલન કરતા PSI પાઠક ની ઉમદા કામગીરી બાબતે તેમને અગાઉ પણ અનેક સન્માન મળી ચુક્યા હોય ત્યારે હાલ રક્ષાબંધન ટાણે પણ રાજપીપળા માં અલગ અલગ વિસ્તાર ની બહેનો એ રક્ષા બાંધી તેમનું બહુમાન કર્યું હતું જેમાં લાલ ટાવર પાસે ની પ્રગતિ મહિલા મંડળ ના જ્યોતિબેન સથવારા અને કલાસ ની બહેનો આશાપુરી મંદિર પાસે ની બહેનો પાદરિયા જ્ઞાતિ ની વાડી સહિત શહેરી ની ૨૦૦ જેવી બહેનો એ તેમના હાથે રાખડી બાંધી કોરોના વાયરસ વચ્ચે ની તેમના સતત અને લોક ઉપયોગી સેવાકાર્ય ને બિરદાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application