Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા પાલિકા દ્વારા ઉભા કરાયેલા 3 શાક માર્કેટ માં સાફ સફાઈ,સેનેટાઇજર સહિતની સુવિધા નો અભાવ

  • August 04, 2020 

ભરત શાહ દ્વારા રાજપીપળા:રાજપીપળા નગર પાલિકાના દ્વારા કોરોના સંક્રમણ ન વધે એ ધ્યાનમાં રાખી શહેરીજનો માટે નગર પાલિકાએ ફાળવેલા ત્રણ શાક માર્કેટ ની જગ્યાઓ પૈકી મુખ્ય ગાર્ડનની સામે, ગવર્મેન્ટ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને કન્યા શાળા સ્કૂલ ના ગ્રાઉન્ડમાં શાકમાર્કેટ ઉભા કરવામાં આવેલા છે. આ શાકમાર્કેટમાં છૂટક શાકભાજી તેમજ ફ્રુટ વેચતા વેપારીઓ ની ફરિયાદ મુજબ આ ત્રણેય માર્કેટ માં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી જેમાં ખાસ સાફ-સફાઈ અને સેનેટાઈઝેસન ની અત્યંત જરૂરી તેવી સુવિધા ના અભાવે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે. માટે આ ત્રણ ઉભા કરાયેલા માર્કેટ માં અગાઉ ની જેમ નગરપાલિકા સત્તાધીશો દ્વારા અહીંયા ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે એ વહેલી તકે હટાવે અને સેનેટાઈઝેસન કરી આ સ્થળોને ચોખ્ખા કરી ત્યાં આવતા જતા ગ્રાહકો ને પણ આ વ્યવસ્થા આપી કોરોના સંક્રમણ જેવા ખતરા સામે રક્ષણ મળે. વેપારીઓ એ જણાવ્યા મુજબ રાજપીપળા ના મુખ્ય શાક માર્કેટ અને આસપાસ નો વિસ્તાર હાલ રેડ ઝોન માં હોય ત્યાંથી માર્કેટ હટાવી તંત્ર એ અલગ અલગ ત્રણ જગ્યાઓ પર માર્કેટ ઉભા કરી અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે પરંતુ આ ત્રણ જગ્યા પર સાફ સફાઈ અને ખાસ જરૂરી સેનેટાઈઝેસન બાબતે ની તકેદારી નહિ હોય તો વેપારીઓ અને ત્યાં આવતા ગ્રાહકો માટે તે ખતરા ની ઘંટડી સમાન હોય માટે પાલીકા તંત્ર આ બાબતે યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application