Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ઉચ્છલના ભીતખુર્દ ગામે આપેલી ઈંટ પરત માંગવા જતા બબાલ:એક મહિલા ઉપર અણીદાર છરી વડે હુમલો

  • June 06, 2018 

તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ-ભીતખુર્દ ગામે આજથી પાંચેક વર્ષ પહેલા ઉછીની આપેલી ઇંટો પરત માંગવા જતા બબાલ થઇ હતી.જેમાં એક મહિલા ઉપર અણીદાર છરી વડે હુમલો કરવામાં આવતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.બનાવ અંગે ઉચ્છલ પોલીસે ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે. તા.૫મી જુન ૨૦૧૮ નારોજ,તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભીતખુર્દ ગામના ઢોલીયા ફળીયામાં રહેતી આશાબેન અમિતભાઈ ગામીતની માતા મંગલાબેન જી.ગામીત પાસેથી આજથી પાંચેક વર્ષ અગાઉ ૨૦૦૦ ઇંટો ઉછીની લીધી હતી.જેથી મંગલાબેન નોઓએ પોતાનું ઘર બનાવા માટે નટુભાઈ ગામીત પાસેથી પોતાની આપેલ ૨૦૦૦ ઇંટોની માંગણી કરતા,નટુભાઈ ગામીત તથા તેનો છોકરો યોસેફ ગામીત એકદમ ઉસ્કેરાઈ જઈ મંગલાબહેન ગામીતના વાળ ખેંચી ઢીકામુક્કી નો માર મારવા લાગેલ તથા નાલાયક ગાળો આપતા મંગલાબેન બુમાબુમ કરવા લાગ્યા હતા,દરમિયાન આશાબેન તથા તેમના પતિ અમિતભાઈ ગામીત બચાવવા માટે દોડી આવતા નટુભાઈ ગામીત નામના શખ્સે આશાબેન ગામીતના ડાબા હાથના ભાગે અણીદાર છરી વડે એક ઘા મારી,ઘર છોડી નહીં જશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી,બનાવ અંગે આશાબેન અમિતભાઈ ગામીતે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે નટુભાઈ ગામીત અને યોસેફ ગામીત વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application