ભરત શાહ દ્વારા રાજપીપળા : હાલ માં સમગ્ર વિશ્વ માં કોરોના મહામારી ચાલી રહી હોય ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધન ને લોકો ખુબજ સાદાઈ થી ઉજવી રહ્યા હતા ત્યારે બીજી તરફ યુવા ધન રસ્તો ભટકી જઈ ખરાબ રવાડે દારૂ જુગાર ની લતે ચડી નશા માં ભાન ભૂલી જાય છે જેમાં પોતાના જીવ ની પણ પરવાહ કર્યા વગર બેફામ વાહનો ચલાવી નિર્દોષ રાહદારી ઓને અડફેટ માં લઇ પોતાની સાથે બીજાની જિંદગીઓ સાથે પણ ચેડાં કરતા હોય છે. આવા તત્વો ને સબક શીખવાડવા નર્મદા પોલીસ વડા હિમકર સિહ તથા રાજપીપળા ડિવિજન નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર ની સૂચના અને માર્ગદર્શન મુજબ ડેડીયાપાડા પી.એસ.આઇ એ.આર ડામોરે પોલીસ સ્ટાફ સાથે કોકમ મદિર પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધરતા વાહન ચેકીંગ દરમ્યાન અગિયાર જેટલા દારૂ પીધેલી હાલતમાં યુવાનો ને ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. સાથે આવનારા તહેવારો માં અકસ્માત નિવારણ માટે ના કડક પગલાં લઇ લોકો ની જાન માલ ની સલામતી માટે ડેડીયાપાડા પોલીસે પણ કમર કસી લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application