Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આખરે નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર જાગ્યું,કોવિડ દર્દીઓ ના સગા સાથે કાઉન્સિલિંગ ની સુવિધા ઉભી કરશે

  • August 04, 2020 

ભરત શાહ દ્વારા રાજપીપળા : હાલ સમગ્ર વિશ્વ માં કોરોનાએ કહેર વરસાવ્યો છે ત્યારે આપણા દેશ માં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે કોરોના સામે ની લડાઈ માટે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલો શરૂ કરાઇ છે ઉપરાંત સામાજિક સંસ્થાઓ પણ પોતાની માલિકીની તેમજ ટ્રસ્ટ ની મિલકતો સંસ્થાઓ માં કોવિડ કેર સેન્ટરો ઉભા કરી લોકોને સેવા આપી રહ્યા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઘણા સમયથી ફરિયાદો ઉઠવા પામી હતી,કે કેટલાક દર્દીઓ ને યોગ્ય સારવાર ન મળતા તેમનું મૃત્યુ થયું હોવાના પરિજનો દ્વારા આક્ષેપો પણ લગાડવામાં આવ્યા છે ઉપરાંત કેટલાક જાગૃત નાગરિકો તેમજ સંસ્થાઓ દ્વારા ઉચ્ચકક્ષાએ કોવિડ હોસ્પિટલમાં બેદરકારી બાબતે રજૂઆતો પણ કરાઈ છે અને દાખલ દર્દીઓ સાથે પરિજનો ના કાઉન્સિલિંગ તેમજ તેમની સ્થિતિ અંગે યોગ્ય જાણકારી ન મળવાની પણ ફરિયાદો ઊઠી હતી ત્યારે રાજપીપળા કોવિડ હોસ્પિટલ શરૂ થયે ચાર મહિના થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને દર્દીના સાગા સાથે કાઉન્સિલિંગ ની સુવિધા શરૂ કરવા નિર્ણય લીધો છે. high light-આ બાબતે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે,દર્દીઓ ના સાગા માટે કાઉન્સિલિંગ ની સુવિધા શરૂ કરી રહ્યા છે જેમાં હેલ્પ ડેસ્ક કંટ્રોલ રૂમ ૨૪ કલાક સુવિધા આપશે દર્દીઓ અને તેમના સગા સાથે વાતચીત કરી શકશે. high light-રાજપીપળા કોવિડ હોસ્પિટલ ની લાલીયાવાડી બાબતના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થતા અને લોકમાંગ બાદ તંત્ર સફાળું જાગ્યું high light-અત્રે એ ઉલ્લેખનીય છે કે કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ત્યારે તંત્ર દ્વારા દર્દીઓ ને સારી સુવિધા મળશે તેવી ગુલબાંગો પોકારાઈ હતી પરંતુ કોરોના નું સંક્રમણ વધતા દર્દીઓ દાખલ થયા બાદ કોવિડ હોસ્પિટલની ઘણી ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે હવે કાઉન્સિલિંગ મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ લોકો આશા સેવી રહ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application