તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લામાં આજે વહેલી સવારે ગાજ-વીજ સાથે ૮૦ mm જેટલો વરસાદ પડ્યો છે.નિઝરમાં ૩૩ mm જેટલો વરસાદ પડી ગયો છે.અનેક સ્થળો પર વીજપુરવઠો થપ થઇ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.જીલ્લાના કેટલાય વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.વહેલી સવારે પડેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી જતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.તાપી જીલ્લાના વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે વીજપુરવઠો ઠપ થઇ જવાની સાથોસાથ વીજ ઉપકરણોને પણ ભારે નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ વરસાદને કારણે લોકોને ગરમીમાં આશિંક રાહત મળી છે.સત્તાવાર મળતી માહિતી મુજબ આજરોજ વહેલી સવારે ૬:૦૦ વાગ્યા સુધી સમગ્ર તાપી જિલ્લામાં ૮૦ mm જેટલો વરસાદ નોંધાયો છે.
High light-તાપી જિલ્લાના ક્યા વિસ્તારમાં સવારે ૬:૦૦ વાગ્યા સુધી કેટલો વરસાદ પડ્યો
સોનગઢ------૦૩ mm
વ્યારા-------- ૧૦ mm
વાલોડ--------૦૫ mm
ઉચ્છલ--------૦૦ mm
નિઝર---------૩૩ mm
કુકરમુંડા------૧૮ mm
ડોલવણ-------૧૧ mm
કુલ-------------૮૦ mm
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application