વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એએસઆઇ દ્વારા કરવામાં આવેલા ખોદકામ દરમિયાન શહેરના ભવ્યને ઈતિહાસની સાબિતી આપતો વધુ એક પુરાવો મળી આવ્યો છે.અમદાવાદથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલા ઉત્તર ગુજરાતના વડનગરમાં શર્મિશ્ઠા તળાવના કિનારે એએસઆઇને પાંચમી સદીનું એક બાંધકામ મળી આવ્યું છે.એએસઆઇના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડનગરના અત્યાર સુધીના મળી આવેલા સ્થાપત્યોમાંથી આ સૌથી મોટું છે.
આ સ્થાપ્તય વિષે વધુ ઉંડાણમાં જાણવા માટે એનાલિસીસ અને વધારે ખોદકામની જરુર પડશે પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે, આ સ્થાપત્યનું કોઈ ખાસ ધાર્મિક મહત્વ હશે.તેની સાઈઝ જોઈને લાગે છે કે તે એક બૌદ્ધ સ્તુપ હશે.વડોદરાની એમ.એસ. યૂનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર વી.એચ.સોનાવણે જે એક્સપર્ટ કમિટીના સભ્ય પણ છે, તે જણાવે છે કે, આ સ્થાપત્યના ડાઈમેન્શન્સ અને પ્લાનને જોઈને લાગે છે કે તે કદાચ બૌદ્ધ સ્તુપ હશે અથવા તો કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલું હશે.નિષ્ણાંતોનું કહેવું છે કે આ સ્થાપ્તયનો સૌથી જૂનો ભાગ પાંચમી સદીનો છે અને બાકીના સુધારા 13મી સદી સુધીના હોય તેમ જણાઈ રહ્યું છે.નવા મળી આવેલા આ સ્થાપત્યએ વડનગરના ઐતિહાસિક વારસામાં વધારો કર્યો છે.અધિકારીના જણાવ્યા અનુસાર, શર્મિષ્ઠા તળાવના સમારકામ દરમિયાન મળી આવેલા એક પૌરાણિક પત્થરને કારણે એએસઆઇએ ખોદકામ શરુ કર્યુ હતું.આ સ્થાપત્યમાં 21 ઓરડીઓ છે અને 3 સ્તંભ પણ છે.અધિકારીઓનું કહેવું છે કે આ સ્થાપ્તયનું મોટાભાગનું બાંધકામ 5મી સદીથી 8મી સદી દરમિયાન થયું હશે.સોલંકી યુગ એટલે કે 10થી 13મી સદી દરમિયાન આ સ્થાપત્યમાં વધારો કરવામાં આવ્યો હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application