ભરત શાહ દ્વારા રાજપીપળા:જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ તથા ના.પો.અધિ રાજેશ પરમાર એ પ્રોહી પ્રવૃતિને બદી નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી.ચૌધરી ના સુપરવીઝન હેઠળ પો.સ.ઇ. એ.આર.ડામોર ડેડીયાપાડા પોલીસ સ્ટેશન એ અ.હે. કો.મહેન્દ્રભાઇ નટવરભાઇ ને મળેલ બાતમી આધારે સ્ટાફના પોલીસના માણસો સાથે મોજે-ઝાંક ગામેથી માધવસીંગભાઇ જાતરભાઇ વસાવા રહે.ઝાંક મોટું ફળિયું તા.દેડિયાપાડા જી.નર્મદા નાઓ ના કબજા ભોગવટાના ઘરમાં પ્રોહી રેઇડ કરતા જૂના ઘર માંથી લાકડાઓ નીચેથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુના ક્વાટરીયા નંગ-૧૩૨ કિં.રૂ.૧૧,૨૨૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડાઇ જતા સદર પકડાયેલ આરોપી વિરુધ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application