ભરત શાહ દ્વારા રાજપીપળા:રાજપીપળા નગર પાલિકા ના હંગામી કર્મચારીઓ 4 મહીના ના બાકી પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરી જતાં નગર ની પાણી વિતરણ ની વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. કોઈ પણ જાત ની આગોતરી જાણ વિના વગર તા 30 ની સાંજ થી નગર મા પાણી વિતરણ કરવામા આવ્યુ નહોતું, અને તા 31/07/2020 ના સવાર મા પણ પાણી ના મળતાં લોકો અકળાઈ ઉઠ્યાં હતાં. પરંતુ નગર ના એક ચોક્કસ વિસ્તારમા રાબેતા મુજબ પાણી છોડવામાં આવ્યું હતું અને એ વાત ના પ્રત્યક્ષ દર્શી પણ હોઈ નગરપાલિકા ની આ બેવડી નિતિ ની જબ્બર ટીકા થઈ હતી.
મુખ્ય અધિકારી જયેશ પટેલ પાણી વિતરણની વ્યવસ્થા ક્યારે રાબેતા મુજબ થશે અને કર્મચારીઓ હડતાળ ઉપર હોય ચોક્કસ વિસ્તાર મા પાણી નુ વિતરણ રાબેતા મુજબ કેમ છે, આજે અને આવતી કાલે તહેવાર છે, લોકો પાણી વગર ઉશકેરાઈ ને પાલિકા ઉપર હલ્લા બોલ કરશે તો કોરોના સંક્રમણ ના ભય વચ્ચે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ નહીં જોખમાય..? એવા સવાલો પુછતાં જ મુખ્ય અધિકારી જયેશ પટેલ ઉશકેરાઈ ગયાં હતાં, અને "તમે મારાં સાહેબ છો..? હું તમે અમારી વિરુદ્ધ કાયમ જ લખો છો, હું તમારી સામે ડીફરમેશન નો કેસ કરી શકું છું" તેવા ધમકી ભર્યા શબ્દો ઉચ્ચારી પત્રકારો ને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર બાબત ને ગંભીરતાથી લઈ ને નર્મદા જીલ્લા પત્રકાર સેવા સંઘે આ બાબત ને નર્મદા જીલ્લા કલેકટર શ્રી મનોજ કોઠારી ના ધ્યાન મા લાવવાનું નક્કી કર્યુ હતું અને પ્રાદેશીક કમિશ્નર સુરત ને પણ આ બાબત ની લેખીત જાણ કરવાનો નિર્ણય કર્યો હતો. જીલ્લા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપી જાણ કરવામા આવી હતી, કલેક્ટર શ્રી એ આ બાબતે ઘટતું કરવા નું આશ્વાસન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application