Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલા સશક્‍તિકરણ પખવાડિયું પ્રથમ દિવસ તા.૧લી ઓગસ્‍ટ-‘મહિલા સુરક્ષા દિવસ'

  • August 01, 2020 

Tapi mitra news:સમગ્ર રાજ્‍યમાં તા.૧ થી ૧૪મી ઓગસ્‍ટ, ૨૦૨૦ દરમિયાન ઉજવાનાર મહિલા સશક્‍તિકરણ પખવાડિયાના ભાગરૂપે વલસાડ જિલ્લામાં કોવિદ-૧૯ની માર્ગદર્શિકાઓને ધ્‍યાને રાખી ઇ-માધ્‍યમ થકી ઉજવણી કરવામાં આવનાર છે. આ પખવાડિયાનો પ્રથમ દિવસ તા.૧લી ઓગસ્‍ટ, એટલે ‘મહિલા સુરક્ષા દિવસ'. આ દિવસે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મેળવીએ. high light-૧૮૧ અભયમ હેલ્‍પલાઇનઃ સમગ્ર રાજ્‍યમાં મહિલાઓની સુરક્ષા માટે ૨૪ કલાક કાર્યરત ૧૮૧ અભયમ હેલ્‍પલાઇન કાર્યરત છે. મહિલા હેલ્‍પલાઇનની સેવાનો ઘરેલું અથવા અન્‍ય પ્રકારની હિંસાનો ભોગ બનેલકોઈ પણ કન્‍યા અને મહિલાને મદદરૂપ બનનાર કોઈ પણ પુરૂષ આ સેવાનો ઉપયોગ કરી શકે છે. જો કોઈ મહિલા ઘરેલું અથવા અન્‍ય પ્રકારની હિંસાનો ભોગ બની રહી હોય અથવા તેને એવો ભય હોય તો તે અભયમ ૧૮૧ હેલ્‍પલાઇન પર ફોન કરી તાત્‍કાલિક મદદ મેળવી શકે છે. મહિલાઓને તેમની સમસ્‍યા સંદર્ભે તાલીમબદ્ધ કાઉન્‍સેલરો યોગ્‍ય માર્ગદર્શન આપી મદદરૂપ બને છે. રાજ્‍ય સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલી યોજનાઓ, તેના લાભો અને સંપર્કોની વિગતો મેળવી શકાય છે. કોઈ પણ મહલિા હેલ્‍પલાઇન ઉપર ફોન કરીને સ્‍થાનિક સ્‍તરે ઉપલબ્‍ધ વિવિધ સરકારી માળખાઓની સેવાઓ જેવી કે મહિલા પોલીસ સ્‍ટેશન, પોલીસ સ્‍ટેશન બેઇઝ્‍ડ સપોર્ટ સેન્‍ટર, મફત કાનુની સહાય, કુટુંબ સલાહ કેન્‍દ્ર, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, રક્ષા અધિકારી અને ગુજરાત રાજ્‍ય મહિલા આયોગની સેવાઓની માહિતી મેળવી શકે છે. આ હેલ્‍પલાઇન ઉપર સંપર્ક કરનાર વ્‍યક્‍તિની ઓળખ ગુપ્‍ત રાખવામાં આવે છે. અભયમ ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન ઉપર ૨૪ કલાક નિઃશુલ્‍ક (ટોલ ફ્રી) સંપર્ક કરી શકાય છે. જેનું સંપર્ક સ્‍થળ વલસાડ ડીએસપી ઓફીસ અને વાપી ટાઉન પોલીસ સ્‍ટેશન છે. high light-પોલીસ સ્‍ટેશન બેઇઝ્‍ડ સપોર્ટ સેન્‍ટરઃ મહિલાઓના રક્ષણ માટે પોલીસ સ્‍ટેશન બેઇઝ્‍ડ સપોર્ટ સેન્‍ટર કાર્યરત છે. જેનો મુખ્‍ય હેતુ લિંગભેદ,સ્ત્રી ભ્રૂણહત્‍યા, ઘરેલુ હિંસા, અત્‍યાચાર અને સામાજિક અસમાનતા જેવા પ્રશ્‍નોમાં પીડિત મહિલાને નિર્ણય લેવામાં સક્ષમ બનાવવાની અને સંસ્‍થાકીય સહાય કરવાનો છે. જ્‍યારે યોજનાનો મુખ્‍ય હેતુ પીડિત મહિલા અને તેના પરિવારજનોનું આવશ્‍યકતા મુજબ કાઉન્‍સેંિલંગ કરીને કાયદાકીય રક્ષણ તથા અન્‍ય વિકલ્‍પો પૈકી મહિલાની પોતાની પસંદગી અને નિર્ણય મુજબની કાર્યવાહીમાં મદદ અને માર્ગદર્શન પૂラરું પાડવાનો છે. જેમાં મહિલા તરફી નારીવાદી અભિગમ અપનાવી પારિવારિક અને સમસ્‍યાઓથી પીડિત મહિલાની જરૂરિયાત અને તેની ઇચ્‍છાને પ્રાધાન્‍ય આપી પીડિત મહિલામાં આત્‍મસન્‍માન, સ્‍વયોગ્‍યતા અને આત્‍મવિશ્વાસ નિર્માણ  કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સપોર્ટ સેન્‍ટર તરફથી કાઉન્‍સેલિંગ/માર્ગદર્શન, -કાનૂની સહાય આપતી સેવાઓ સાથે સંકલન કરવામાં આવે છે. આ યોજનાની અમલીકરણ કચેરી મહિલા અને બાળવિકાસ વિભાગ છે, જેનું સંપર્ક સ્‍થળઃ ડીએસપી ઓફિસ વલસાડ અને ફોન નંબરઃ ૦૨૬૩૨-૨૪૪૨૩૯ છે. high light-સખી વન સ્‍ટોપ સેન્‍ટરઃ મહિલાઓના રક્ષણ માટે સખી વન સ્‍ટોપ સેન્‍ટર યોજના પણ કાર્યરત છે. જેનો હેતુ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની કાઉન્‍સેલિંગ, રહેઠાણ, પોલીસ સહાય, કાયદાકીય માર્ગદર્શન અને તબીબી સહાય એક જ સ્‍થળેથી મળી રહે તે માટે સખી વન સ્‍ટોપ સેન્‍ટર, બ્‍લોક નં.૨, જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્‍પિટલ, સિવિલ હોસ્‍પિટલ કેમ્‍પસ, નનકવાડા રોડ, વલસાડ ખાતે કાર્યરત છે. જેનો ફોન નંબર ૦૨૬૩૨-૨૪૨પ૩પ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application