Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં અનલોક-૩ અંતર્ગત નિયંત્રણો અને પ્રતિબંધાત્‍મક આદેશો

  • August 01, 2020 

Tapi mitra news:વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તા.૩૧/૮/૨૦૨૦ સુધી લોકડાઉનની અવધિ લંબાવવામાં આવી છે. કન્‍ટેનમેન્‍ટ ઝોન સિવાયના વિસ્‍તારોમાં પ્રવૃતિઓ તબક્કાવાર ખોલવાનો હુકમ કરાયો છે. આ આમ છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા લોકોને અટકાવવા અને લોકડાઉનનો ચુસ્‍તપણે અમલવારી કરવા માટે અને તકેદારીના પગલાં તરીકે જિલ્લાના સમગ્ર વિસ્‍તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ગુજરાત પોલીસ અધિનિયમ, અને નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટ અન્‍વયે વલસાડ જિલ્લા મેજસ્‍ટ્રેટ આર.આર.રાવલે એક જાહેરનામા દ્વારા તા.૩૧/૮/૨૦૨૦ સુધી અનલોક-૩ની સૂચનાઓની ચુસ્‍તપણે અમલવારી કરવા જિલ્લાના સમગ્ર વિસ્‍તારમાં કેટલાક નિયંત્રણો અને પ્રતિબંધો જાહેર કર્યાં છે. જે અનુસાર સમગ્ર વલસાડ જિલ્લામાં કરફયુ અમલમાં રહેશે નહીં. જાહેર સ્‍થળોએ સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર અનઅધિકૃત રીતે ચાર કે તેથી વધુ વ્‍યક્‍તિઓ ભેગા થઇ શકશે નહીં. તમામ પ્રકારની દુકાનો રાત્રિના ૮-૦૦ કલાક સુધી ખુલ્લી જ્‍યારે તમામ હોટેલ અને રેસ્‍ટોરન્‍ટ રાત્રિના ૧૦-૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. યોગા ઇન્‍સ્‍ટિટયૂટ અને જીમ્‍નેશિયમ તા.પ/૮/૨૦૨૦ થી કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયની એસ.ઓ.પી. અનુસાર શરૂ કરી શકાશે.કેન્‍દ્રિય ગૃહ મંત્રાલયના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શન સૂચનાઓ આખરી રહેશે અને તેનો તમામે ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. જાહેરમાં થુંકવા તથા જાહેરમાં યોગ્‍ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ રાજ્‍ય સરકારના હુકમોનો ભંગ કરનાર વ્‍યક્‍તિ રૂા.પ૦૦/-નો દંડ વસુલ કરાશે. કેન્‍દ્રિય ગૃહ મંત્રાલયના તા.૩૦/૬/૨૦ના જાહેરનામા અન્‍વયે બહાર પાડવામાં આવેલી જાહેરનામાની અન્‍ય સૂચનાઓ યથાવત રહેશે. આ હુકમ જે વ્‍યકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્‍સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશે નહીં.કોઇપણ વ્‍યક્‍તિ લોકડાઉનના આ પગલાંનું તથા કોવિડ-૧૯ માટે નેશનલ ડિરેક્‍ટિવ્‍સ મેનેજમેન્‍ટનું ઉલ્લંઘન કરશે તેની વિરુદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ તેમજ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટ-૨૦૦૫ની કલમ ૫૧ થી ૬૦ હેઠળની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application