Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના જેસિંગપુરા પાસે અજાણ્યા વાહનની અડફેટમાં ૪૫ વર્ષીય શખ્સનું મોત

  • June 06, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવેમાર્ગ પર આવતું જેસિંગપુરા ગામ પાસે તા.૫મી જુન નારોજ,હાટબજાર માંથી ખરીદી કરી પરત ફરી રહેલા ૪૫ વર્ષીય શખ્સનું અજાણ્યા વાહનની અડફેટમાં મોત નીપજ્યું હોવાનું પોલીસ ચોપડે ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર થયો છે. મળતી માહિતી અનુસાર વ્યારાના જેસિંગપુરા પાસે ભરાયેલ અઠવાડીક (હાટબજાર)માંથી ખરીદી કરી ઘરે પરત ફરી રહેલા મગનભાઈ ભાણાભાઈ રાઠોડ(ઉ.વ.૪૫) હાઇવે રોડ ક્રોસ કરવા જતા કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મગનભાઈ રાઠોડને અડફેટમાં લઇ એકસીડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઇજા તથા શરીરે ઓછી વત્તી ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી પોતાના કબ્જાનું વાહન લઇ નાશી ગયો હતો.બનાવ અંગે ધર્મેશભાઈ રામુભાઈ રાઠોડ રહે,બામણામાળ,મંદિરફળિયું-વ્યારા નાએ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ કરી હતી જેમની ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ વ્યારા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application