Tapi mitra news:વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.૨૫/૬/૨૦૨૦ ના રોજ કોવિડ-૧૯ના નવા આઠ કેસો નોંધાતા આજદિન સુધીમાં નોંધાયેલા જિલ્લાના કુલ કેસોની સંખ્યા ૮૮ થઇ છે. જ્યારે જિલ્લા બહારના ૨૩ કેસો નોંધાયેલા છે. હાલમાં વલસાડ જિલ્લાના ૩૫ અને જિલ્લા બહારના ૯ પોઝીટીવ કેસ એક્ટિવ છે. જિલ્લામાં આજદિન સુધી ૫૦૫૫ સેમ્પલ લેવાયા છે, જે પૈકી ૪૯૬૭ સેમ્પલ નેગેટીવ અને ૮૮ સેમ્પલ પોઝીટીવ આવ્યા છે.
આજે નોંધાયેલા નવા આઠ કોવિડ-૧૯ પોઝીટીવ કેસોમાં વલસાડ-પારડી નાના પારસીવાડના ૪૬ વર્ષીય પુરષ, સહયોગનગર હાલર રોડના ૪૬ વર્ષીય પુરુષ, વલસાડ તાલુકાના નનકવાડાની ૩૯ વર્ષીયસ્ત્રી, કલવાડાનો ૩૨ વર્ષીય પુરુષ, પારડી તાલુકાના બગવાડાની ૨૬ વર્ષીયસ્ત્રી, વાપી ટાઉન-કુંભારવાડના ૩૭ વર્ષીય પુરુષ તેમજ શાકભાજી માર્કેટના ૪૪ વર્ષીય પુરુષ અને ઉમરગામ તાલુકાના ભિલાડના ૫૧ વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.આજની તારીખે જિલ્લામાં ૧૫૫૧ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન, ૧૨૨ સરકારી ફેસીલીટીમાં અને ૨૯ પ્રાઇવેટ ફેસીલીટીમાં મળી કુલ ૧૭૦૨ વ્યક્તિઓ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કમાન્ડ કંટ્રોલરૂમ ખાતે ૩૫૪૪, ૧૦૪ ઉપર ૧૨૦ અને ૧૦૮ ઉપર ૫૨૯ કોલ મળ્યા હોવાનું વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application