Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીનવારસી લાશ બાબત

  • June 26, 2020 

Tapi mitra news:એક અજાણ્‍યા ભીખારી જેવા વ્‍યક્‍તિને તા.૨૨/૦૬/૨૦૨૦ ના રોજ વલસાડ જિલ્લાના હનુમાન મંદિરના સામે મુંબઇ થી સુરત તરફ જતા ને.હા.નં.૪૮ હાઇવે રોડ ઉપર એક અજાણ્‍યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રોડ ક્રોસ કરતી વખતે એકસીડન્‍ટ કરતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતાં તેનું સ્‍થળ ઉપર મરણ થયું હતું. મૃતકની ઉ.વ આશરે ૬૫, શરીરે મધ્‍યમ બાંધો, રંગે ઘઉંવર્ણ, તથા માથે કાળા તથા સફેદ વાળ તથા ચહેરા ઉપર લાંબી સફેદ દાઢી મુછ છે. શરીરે ભુરા રંગનો  આખી બાંયનો પ્રિન્‍ટેડ શર્ટ તથા ભુરા કલરનો પેન્‍ટ પહેર્યો છે. આ મૃતકના વાલી વારસોએ ભીલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા પોલીસ ઇન્‍સ્‍પેકટર, ભીલાડ દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application