Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉન સમય દરમિયાન વેતન ચૂકવવા અંગે સુપ્રિમ કોર્ટની સૂચનાઓ

  • June 26, 2020 

Tapi mitra news:કોવિડ-૧૯ મહામારી સંદર્ભે જાહેર થયેલા લોકડાઉન સમય દરમિયાન વેચન ચૂકવવા બાબતે સુપ્રિમ કોર્ટમાં થયેલી વિવિધ રીટ પીટીશનોમાં તા.૧૨/૬/૨૦ના રોજ આપવામાં આવેલા વચગાળાના હુકમ મુજબ ખાનગી સંસ્‍થાઓ, કારખાનાઓ, ઉદ્યોગો, માલિકો, શ્રમયોગીઓ, કર્મચારીઓ અને તેમના યુનિયન/ એસોસીએશનને નીચે મુજબ કાર્યવાહી કરવા શ્રમ આયુક્‍તની કચેરી, વલસાડ દ્વારા જણાવાયું છે. ૫૦ દિવસ અથવા લોકડાઉનના કારણે જેટલા સમય માટે ઉદ્યોગો, સંસ્‍થાઓ, કારખાનાઓ બંધ રહ્યા હોય તેટલા સમયના પગારની ચૂકવણી અંગે વાટાઘાટો કરવા ઇચ્‍છતી સંસ્‍થાઓ, કારખાનાઓ કે તેમના માલિકોએ તેમના શ્રમયોગીઓ/ કર્મચારીઓ કે તેમના યુનિયન/ એસોસીએશન સાથે વાટાઘાટો કરવી. જો આવી વાટાઘાટો કરવા માટે તેઓ અસમર્થ હોય તો જરૂર જણાયે શ્રમ કાયદા હેઠળના સંબંધિત અધિકારીને સમાધાન માટે વિનંતી કરી શકે છે. ઉદ્યોગો કે સંસ્‍થાઓ દ્વારા આવી વિનંતીથી થયેલી સંબંધિત અધિકારીએ તારીખ નક્કી કરીને શ્રમયોગી/ કર્મચારીઓ અથવા તેમના યુનિયન/ એસોસીએશન અને માલિક, સંસ્‍થા, કારખાનાના જવાબદાર વ્‍યક્‍તિઓએ વાટાઘાટો/ સમાધાન માટે બોલાવવા શ્રમ ખાતાના અધિકારી સમક્ષ થયેલા સમાધાન તમા પક્ષકારોને બંધનકર્તા રહેશે અને તેઓએ શરતોનું પાલન કરવાનું રહેશે.લોકડાઉનના સમય દરમિયાન જે સંસ્‍થાઓ કારખાનાઓ કે ઉદ્યોગોને તેમની પૂરેપૂરી ક્ષમતા સાથે કામ ન કર્યું હોય તો તેઓ પણ ઉપર મુજબ કાર્યવાહી કરી શકે છે. જે સંસ્‍થાઓ કે કારખાનાઓ ઉપર મુજબ વાટાઘાટો કે સમાધાનના પગલાં લેવા ઇચ્‍છતી હોય તેમણે આવી વાટાઘાટો કે સમાધાનની પ્રક્રિયામાં તેમના શ્રમયોગીઓ/ કર્મચારીઓ ભાગ લઇ શકે અને તેમનો પ્રતિસાદ આપી શકે તે માટે આવા પગલાંઓની તેમને જાણ કરવાની રહેશે. શ્રમયોગીઓ/ કર્મચારીઓ તેમના લોકડાઉનના સમય દરમિયાન વણચૂકવાયેલા પગારના હક્કને અબાધિત રાખીને જો તેમની સંસ્‍થા/ કારખાનામાં કામ કરવા ઇચ્‍છે તો તેઓને કામ કરવાની પરવાનગી સંસ્‍થા/ કારખાના માલિકે આપવાની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application