તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તા.૫મી જુન નારોજ,વ્યારા ના કણજા ફાટક-મહાદેવ મંદિર પાસે આંકડા લખવા માટે જાહેરમાં બેસાડી આવતા જતા લોકો પાસેથી મુંબઈ થી વરલી ટાઈમ બજારના જુગારના મટકાના આંકડા ઉપર પૈસાવતી લગાઈ લઇ જુગાર રમી રમાડી જુગારના સાધનો સાથે તથા રોકડ રકમ રૂ.૧૦૪૦/- એક મોબાઈલ ફોન કીં.રૂ.૨૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૦૪૦/-ના મુદ્દામાલ સાથે રાકેશભાઈ મુકેશભાઈ ગામીત રહે,કણજાફાટક,મહાદેવનગર-વ્યારા વ્યારા પોલીસ રેડ દરમિયાન ઝડપાઈ ગયો હતો.જયારે એક જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.બનાવ અંગે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપસ હેકો સંજયભાઈ નારાયણભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application