ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:કોવિડ-19 કોરોના મહામારી ના સંક્રમણ ની ગતિ હવે સ્પીડ પકડી રહી છે, આજે રાજપીપળા આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી યાદી મુજબ ગઈકાલે પરિક્ષણ અર્થે મોકલવામા આવેલાં 38 સેમ્પલો નો રિપોર્ટ આવતાં એમા 8 સેમ્પલ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અને 30 સેમ્પલ નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. પોઝીટીવ આવેલાં 8 દર્દીઓ મા 6 દર્દીઓ કેવડીયા એસ.આર.પી ગૃપ ના પોલીસ જવાનો છે એમા એક મહીલા પણ છે જે SRP પોલીસ અધિકારી ના પત્ની હોવાનુ જાણવા મળેલ છે.
રાજપીપળા ના દર્દી ભરતભાઈ અંબાલાલ પટેલ મુળ રહેવાસી અમદાવાદ ના ઓ રાજપીપળા દક્ષિણ ફળીયા સાસરી ધરાવતાં હોય ને અમદાવાદ થી આવેલાં તેમનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા દક્ષિણ ફળીયા મા દર્દી ના ઘર ના સભ્યો ને ફેસીલીટી કોરોંટાઈન કરવા માટે ઘર ના સભ્યો ને એંબ્યુલંસ મારફતે કોવીડ-19 આઈસોલેશન હોસ્પીટલ મા ખસેડવામા આવ્યાં હતાં.નગરપાલિકા રાજપીપળા દ્રારા દક્ષિણ ફળીયા ની ગલી મા ડીસઈન્ફેકશન ની કામગીરી ને નામે ગલી ને બેઉ તરફ થી વાંસળા અને કાંટા મુકી દઈ ને દર્દી ના ઘર અને આંગણા મા કેમીકલ યુક્ત પાણી નો છંટકાવ કરી રવાના થયા હતાં.આમ નર્મદા જીલ્લા મા કોરોના પોઝીટીવ દર્દીઓ ની સંખ્યા થવા શાથે એક્ટીવ કેસો 15 થવા શાથે કુલ કેસ સંખ્યા 46 ઉપર પહોંચી છે.રાજપીપળા પોઝીટીવ આવેલાં દર્દી અને તેનાં સંપર્ક મા આવેલાં ઘર ના સભ્યો વિશે તેમના મોબાઈલ ઉપર ફોન કરી પૃચ્છા કરતાં એપેડમીક અધિકારી ડો. કશ્યપે અકળાઈ જઈ ને કહ્યું હતું કે તમે પોઝીટીવ કેસો ની સંખ્યા થી મતલબ રાખો નહીંતર કાલ થી નામ નુ લિસ્ટ આપવાનું બંધ કરી દઈશ તેવું જણાવી ફોન કાપી નાખ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application