Tapi mitra news:વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.૨૦/૬/૨૦૨૦ સુધીમાં કોવિડ-૧૯ના નોંધાયેલા કુલ ૬૪ પોઝીટીવ કેસો પૈકી ૪૫ સાજા થયા છે અને ત્રણ વ્યક્તિના મરણ થયાં છે. વલસાડ અને વાપી તાલુકાના એક-એક મળી કુલ બે વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરાયા છે.
જિલ્લામાં આજદિન સુધી ૪૭૫૫ સેમ્પલ લેવાયા છે, જે પૈકી ૪૬૯૦ સેમ્પલ નેગેટીવ અને ૬૪ સેમ્પલ પોઝીટીવ આવ્યા છે. વલસાડ જિલ્લામાં ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કૉલેજ વલસાડ ખાતે ૧૪૦ આઇસોલેશન બેડ અને ૧૮ આઇ.સી.યુ. બેડ જ્યારે શ્રેયસ મેડીકેર હોસ્પિટલ વાપી ખાતે ૧૦૦ આઇસોલેશન બેડ અને ૨૦ આઇ.સી.યુ. બેડ સાથે કાર્યરત છે. તા.૨૦/૬/૨૦ સુધીમાં ૧૦૪ હેલ્પલાઇન ઉપર ૧૧૩, જિલ્લા કક્ષાના કમાન્ડ કંટ્રોલરૂમ ઉપર ૩૪૬૧ અને ૧૦૮ ઉપર ૫૧૭ વ્યક્તિઓએ હેલ્પલાઇનનો ઉપયોગ કર્યો છે, જેમને સારવાર સહિતની જાણકારી આપવામાં આવી છે. ૨૫૦૯ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન, ૭૦ સરકારી ફેસીલીટીમાં અને ૩૦ પ્રાઇવેટ ફેસીલીટીમાં મળી કુલ ૨૬૦૯ વ્યક્તિઓ કોરોન્ટાઇનમાં હોવાનું વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application