Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી 300 ભારતીયોને બંધક બનાવાયા

  • September 22, 2022 

મ્યાનમારનાં મ્યાવાડી પ્રાંતમાં એક ગૃપે 300થી વધુ ભારતીયોને બંધક બનાવીને રાખ્યા છે અને તેમને સાઈબર ક્રાઈમ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ લોકોને મ્યામાર સરકારનો સેન્ટ્રન કંટ્રોલ નથી એવા ક્ષેત્રમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. આ વિસ્તાર પારંપરિક રીતે આર્મ્ડ ગૃપનાં નિયંત્રણમાં છે.




આ વિસ્તારમાં ભારતીયો ઉપરાંત અન્ય દેશોના લોકોને પણ બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. બંધક બનાવનારા ગૃપ મ્યાવાડીનાં છે. હકીકતમાં જ્યારે એક તામિલ યુવકનો SOS વીડિયો વાઈરલ થયો ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે યુવકે તમિલનાડુ અને ભારત સરકાર પાસે મદદની અપીલ કરી હતી.




તેણે વીડિયોમાં પોતાની આપવીતી જણાવી હતી. તેણે કહ્યું હતું કે, 'અમને દિવસમાં 15 કલાક સુધી કામ કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને જો અમે ના પાડીએ તો અમને માર મારવામાં આવે છે તથા ઈલેક્ટ્રિક શોક આપવામાં આવે છે. અમારી પાસે બળજબરી પૂર્વક સાઈબરક્રાઈમ કરાવવામાં આવી રહ્યો છે.




મળતી માહિતી પ્રમાણે, મ્યાવાડીનાં આ ગૃપે આશરે 300થી વધુ ભારતીયોને થાઈલેન્ડમાં જોબ આપવાની લાલચ આપીને મ્યાનમારમાં બંધક બનાવીને રાખ્યા છે. તેમાં તમિલનાડુનાં આશરે 60 લોકો છે. આ ઉપરાંત અન્ય દેશના લોકો પણ આ રેકેટનો ભોગ બની રહ્યા છે. આ અંગે કરાઈકલમેડુનાં એક માછીમારે પુડુચેરીમાં કરાઈકલનાં DCને પોતાના પુત્રને બચાવવાની અપીલ કરી છે. તેનો પુત્ર પણ ભારતીય બંધકોમાંથી એક છે.




જોકે માછીમારનાં બીજા પુત્રે જણાવ્યું હતું કે, તેનો મોટો ભાઈ દુબઈમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતો હતો. આ વર્ષની શરૂઆતમાં તેને પ્રમોશન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ તેને પોતાની થાઈલેન્ડની ઓફિસે લઈ ગયા હતા. થાઈલેન્ડથી તેને ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ જઈને બંધક બનાવવામાં આવ્યો હતો.




વધુમાં  જણાવી દઈએ કે આ વર્ષે 5 જુલાઈનાં રોજ ભારતીય દૂતાવાસે નોકરીનાં નામે છેતરતા અપરાધીઓથી દૂર રહેવા માટે એક એડવાઈઝરી પણ જારી કરી હતી. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી આ મામલામાં 30થી વધુ ભારતીયોને બચાવવામાં આવ્યા છે અને બાકીઓને બચાવવા માટે પ્રયાસ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application