ફિલિપાઈન્સની રાજધાની મનીલાની નજીકમાં એક સરોવરમાં હોડી પલટી જવાથી ઓછામાં ઓછા 30 લોકોનાં મોતની આશંકા સેવાઈ રહી છે. અત્યાર સુધી 40 જેટલાં મુસાફરોને બચાવી લેવાયાની માહિતી મળી રહી છે. આ મામલે ફિલિપાઈન કોસ્ટ ગાર્ડ (PCG)એ જણાવ્યું હતું કે, બિનનગોનનના બરંગે કલીનાવનથી લગભગ 50 યાર્ડ દૂર આ હોડી પલટી ખાઈ ગઈ હતી. અહેવાલ અનુસાર આ ઘટના રાતે 1 વાગ્યાની આસપાસ બની હતી. ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, જોરદાર પવનને કારણે હોડી પલટી ગઇ હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે હાલમાં વિસ્તારમાં શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application