મહારાષ્ટ્રનાં સોલાપુરમાં 31 લોકો સાથે ક્રિપ્ટો ક્લાઉડ માઇનિંગ એપ દ્વારા રોકાણ કર્યા બાદ કથિત રીતે રૂપિયા 45 લાખની છેતરપિંડી કરવાના મામલામાં પોલીસે ફરિયાદ નોંધી છે. જોકે છેતરાયેલા લોકોની સંખ્યા તથા ઠગાઇની રકમનો આંક હજુ મળી શકે છે. એક પોલીસ અધિકારીએ મંગળવારે માહિતી આપી હતી કે, રોકાણકારોને સીસીએચ ક્લાઉડ માઇનર એપ અને ક્રિપ્ટો ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું.
ક્રિપ્ટો ટ્રેડિંગ એપનો ઉપયોગ કરીને તેમની ભારતીય ચલણને ડોલરમાં કન્વર્ટ કરવાનું પણ કહ્યું હતું. આ ઉપરાંત સીસીએચ ક્લાઉડ માઇનર એપમાં રોકાણ કરવા માટે જણાવ્યું હતું. અત્યાર સુધીમાં 31 રોકાણકારે પોલીસનો સંપર્ક કર્યો છે. તેમણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શરૂઆતમાં કેટલાક રોકાણકારને વળતર મળ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પાટીલે જણાવ્યું હતું કે, અમે ત્રણ વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે. તેમણે લોકોને એપ ડાઉનલોડ કરવા અને રોકાણ પર ઉચ્ચ વળતર આપવાના સ્વપ્ન દાખવ્યા હતા. ત્રિપુટી સોલાપુરમાં જ્વેલરીનો વ્યવાસય કરે છે.
જોકે એક ફરિયાદી રામ જાધવે દાવો કર્યો હતો કે, તેણે રૂપિયા 4.28 લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ એપ હવે બંધ થઇ ગઇ છે અને ત્રણ જણની ઓફિસ બંધ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિજિટલ અસ્ક્યામતોની સમસ્યાને વારંવાર દર્શાવી છે. છેલ્લા બે મહિનાથી સોલાપુરમાં અનેક ડણે ડોલર ડબલ સ્કીમમાં રોકાણ કર્યું હતું. સીસીએચ આ એપમાં કરોડો રૃપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
પરંતુ અચાનક આ એપમાંથી ડોલર્સ કાઢવાની સુવિધા બંધ થઇ ગઇ હતી. તેમજ મેક્સ ક્રિપ્ટો આ એપમાંથી પણ ડોલર કાઢવાનું આશરે 10 દિવસથી બંધ કરી દેવામાં આવી છે. વકીલો પોલીસ, ડોક્ટર, કાપડ ઉત્પાદકો, ઝવેરી, શિક્ષક, પ્રતિષ્ઠિત નાગરીકો સહિત હજારો વ્યક્તિએ 'વર્ચ્યુઅલ મની'માં મોટી રકમનું રોકાણ કર્યું હોવાનું કહેવાય છે. ઘણા લોકોએ તેમની જીવનભરની કમાણી સીસીએચ, મેક્સ ક્રિપ્ટો અને અન્ય એપમાં રોકાણ કરી હતી.
જયારે રોકાણકારો છેલ્લા 10 દિવસથી સોશિયલ મીડિયામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાથી વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. ક્રિપ્ટો ક્લાઉડ હેશ એપ દ્વારા વિવિધ ડોલર સ્કીમની લાલચ આપવામાં આવી હતી. જેમ કે, 1090 ડોલરનાં રોકાણ પર બીજા દિવસથી સભ્યોને 35 દિવસ સુધી રોજના 7,412 રૂપિયા મળતા હતા. એપના ખાતામાં ડોલરના રૂપમાં જમા થતા હતા. બીજી સ્કીમ હેઠળ 1624 ડોલરનાં રોકાણ પર તેમને 102 દિવસ સુધી રોજના 15,322 રૂપિયા મળતા હતા એમ કહેવાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500