Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હરિયાણાં સોનીપતમાં આવેલ ફેક્ટરીમાં લાગેલ આગમાં 30 મજૂરો દાઝતા સારવાર માટે ખસેડવામાં આવ્યા

  • May 29, 2024 

ગુજરાતના ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થયેલા 28ના મોતની આગ ઠંડી પડી નથી ત્યાં હરિયાણાં સોનીપતમાં આવેલી ફેક્ટરીમાં લાગેલી આગેમાં 30 મજૂરો દાઝ્યા હોવાનું કહેવાય છે. સોનીપતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી રબરની ફેક્ટરીમાં લાગેલી આગમાં દાજેલા 30 મજૂરોની સારવાર ચાલી રહી છે. ફેક્ટરીમાં આગ લાગવાની સૂચના ફાયર બ્રિગેડના અધિકારીઓને આપવામાં આવી. આ આગ બૂઝાવવા અગ્નિશામક દળના કર્મચારીઓએ ખાસ્સી મહેનત કરવી પડી હતી.


જોકે અગ્નિશામક દળના કર્મચારીઓ આગ પર અંકુશ મેળવે ત્યાં સુધીમાં મજૂરો ખાસ્સા દાઝી ગયા હતા. બધા ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલ લઈ જવાયા છે અને તેમની સારવાર જારી છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. સોનીપતના રાય ઇન્ડસ્ટ્રીયલ એરિયા સ્થિત ફેક્ટરીમાં રબરના બેલ્ટની ફેક્ટરી બનાવવાનું આયોજન થાય છે. ફેક્ટરીનું કામ ચાલતું હતું કે, અચાનક આગ લાગી ગઈ. ફેક્ટરીમાં રબર હોવાના લીધે આગ ઝડપથી ફેલાઈ.


બિલકુલ ગુજરાતના ગેમિંગ ઝોન જેવી જ સ્થિતિનું નિર્માણ થયું. મીડિયા રિપોર્ટ મુજબ આગ એટલી ફેલાઈ ગઈ હતી કે ફેક્ટરીમાં કામ કરનારા મજૂરો દાઝી ગયા હતા. કેટલાય મજૂરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અગ્નિશામક દળને સૂચના મળતા તરત જ ત્યાં પહોંચ્યું. તેણે ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો. આગના લીધે ફેક્ટરીમાં પડેલો કાચો માલ બળીને રાખ થઈ ગયો. તેના લીધે લાખોનો ફટકો પડયો હોવાનું મનાય છે. આ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ મનાય છે, જો કે સાચા કારણની તો તપાસ પછી જ ખબર પડશે. (ફાઈલ ફોટો)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application