મહુવા : ભાવનગરના મહુવામાં ચોરીની એક મોટી ઘટના સામે આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો, મહુવામાં આવેલ સરકારી અનાજના ગોડાઉનમાંથી 3.20 લાખના અનાજની ચોરી કરવામાં આવી છે અને ગુનો કરનાર વ્યક્તિ દ્વારા ગોડાઉનના સીસીટીવી કેમેરા પણ બંધ કરી ને ગુનો આચરવામાં આવ્યો હતો. આ મામલે ગોડાઉન મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે જ્યારે પોલીસે ચોરીનો ગુનો નોંધી તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, ભાવનગર જીલ્લામાં મહુવા શહેરમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં, ચોખાના 3450 કિલો ગ્રામના 69 કટા હતા, જેની કિંમત 1,35,240 રૂપિયા છે. ઘઉં 6250 કિલો ગ્રામ 120 કટા હતા. જેની કિંમત 1,71,250 રૂપિયા છે. ખાલી બારદાન નંગ 194 કિંમત 13,668 રૂપિયા છે. કુલ કિંમત રૂપિયા 3 લાખ 20 હજાર રૂપિયા છે. ચોરી તા 8/6/2024 રાત્રે 8 કલાક થી તા 9/6/2024 બપોરના 2 કલાક દરમિયાન થવા પામેલ છે. જેના લીધે ગોડાઉન મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500