ખેડા જિલ્લામાં વીજ કરંટના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં માતર તાલુકાના મહેલજ ગામમાં દુકાનનું શટલ ખોલતી વખતે મહિલા અને તેના બે પુત્રોને કરંટ લાગ્યો હતો. આ ઘટનાક્રમમાં એકનો આબાદ બચાવ થયો છે. જે હાલ સારવાર હેઠળ છે. ઘટનાને જાણ થતા ઉચ્ચ હોદ્દેદારો અને અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માતર તાલુકાના મહેલેજમાં બહારપુરા વિસ્તારમાં રહેતા સાજીદખાન પઠાણની અનાજ કરિયાણાની દુકાન આવેલી છે.
રવિવારે બપોર બાદ તેઓનો પુત્ર ઓવેશ (ઉ.વ.17) ઘરમાં આવેલ દુકાન ખોલવા ગયા હતા. વરસાદના કારણે શટલ ભીનું થયું હતું જેવા દુકાન ખોલવા માટે શટલને હાથ અડાવ્યું તરત કરંટ લાગતા તેઓએ બૂમ પાડતા બાજુમાંથી તેની માતા યાસ્મીનબાનુ પઠાણ દોડી આવ્યા હતા અને પુત્રને બચાવવા જતા તેમને પણ વીજ કરંટ લાગ્યો હતો. આ જોઈ પાડોશમાં રહેતા સોહેલ પણ બચાવવા દોડતા તે પણ વીજ કરંટ ભોગ બન્યા હતા.
આમ ત્રણ વ્યક્તિઓને કરંટ લાગતા તેમની હાલત નાજુક બની હતી. તાત્કાલિક તેમને સારવાર માટે દાખલ કર્યા હતા જોકે સારવાર મળે તે પહેલા તેમનું અવસાન થયું હતું. મોડી સાંજે પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ ખસેડયા હતા. પોલીસે જણાવ્યું કે, આ મામલે અપમૃત્યુની નોધ કરવામાં આવનાર છે. બનાવને પગલે માતર મામલતદાર, ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ અને માતરના ધારાસભ્ય દોડી આવ્યા હતા. આ બનાવમા એક વ્યક્તિ સારવાર હેઠળ હોવાનું સ્થાનિક બિસ્મિલ્લાખાન પઠાણે જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500