અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું સોનું ઝડપાયું છે. જેમાં શારજહાથી આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે. કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટે ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી સોનુ ઝડપી પાડ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદેસર સોનું લાવનાર 3 મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. આ મુસાફરો શારઝહાથી સોનાની પેસ્ટ બનાવી સોનું લાવ્યા હતા. જોકે મુસાફરોની આ મોડસ ઓપરેન્ડી જોઈને ખુદ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આ મુસાફરો કમરના બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ લઈને આવ્યા હતા. તેઓએ કમરના બેલ્ટમાં સોનું છૂપાવ્યું હતું. આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.
ભારતીય બજારોમાં આ સોનાનો ભાવ આશરે 13 કરોડ રૂપિયા થાય છે. ધરપકડ કરી ત્રણેયની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. સોનુ અમદાવાદમાં કોને આપવાનું હતું તે મુદ્દે પણ તપાસ હાથ ધરાશે. સોનામાં કિલોએ 3 લાખનો તફાવત હોય છે તેથી દાણચોરી વધી રહી છે. સોનાની પેસ્ટને પાઉડરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે લવાતું સોનું ઝડપવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application