"કોરોના" ની દહેશત વચ્ચે આજે ફરી એકવાર ડાંગ જિલ્લામા એકી સાથે 3 પોઝેટિવ કેસો નોંધાવા પામ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે આહવાના પટેલપાડા ખાતે એક 42 વર્ષિય યુવક સહિત 82 વર્ષિય વડીલ, અને સહયોગ સોસાયટીમા 62 વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવવા પામ્યો છે.જેને લઈ આરોગ્યતંત્ર સતર્ક બન્યું છે.
(1) જિલ્લાના આજદિન સુધીના પોઝેટીવ કેસો : 179
(2) જે પૈકી આજની તારીખે એક્ટિવ કેસો : 13
(3) રજા આપેલ દર્દીઓ : 166
(4) આજદિન સુધી લેવાયેલા કુલ સેમ્પલ : 36821
(5) જે પૈકી નેગેટિવ :36594
(6) રિપોર્ટ પેન્ડિંગ 48
(7) ફેસીલીટી ક્વોરોન્ટાઇન કરેલા વ્યક્તિઓ : ૦
(8) ક્વોરોન્ટાઇન કરેલા વ્યક્તિઓ : 306
(9) ક્વોરોન્ટાઇન પૂર્ણ થયા હોય એવા વ્યક્તિઓ : 6487
(10) અન્ય :
( તા.24-03-2021) ના રોજ લેવામાં આવેલ કુલ આરટીપીસીઆર સેમ્પલ-42 પૈકી નેગેટીવ-42, પોઝીટીવ-00, રીઝલ્ટ પેન્ડીંગ-00 છે.
-આજ (25-03-2021) લીધેલ એન્ટીજન ટેસ્ટમાં સેમ્પલ- 61, પોઝીટીવ-03, નેગેટીવ-58 છે.
આજની તારીખે કન્ટેઈનમેન્ટ ઝોન "મિશનપાડા (આહવા)" , " ગાંધી કોલોની (આહવા), "પટેલપાડા (આહવા), "જવાહર કોલોની (આહવા)", " ગાંધી કોલોની-૧ (આહવા)", "પ્રમુખ સ્વામી સોસાયટી (વધઇ) ", "પટેલપાડા (આહવા)", "સહયોગ સોસાયટી (આહવા)" ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં ILI (0 case), અને SARI (0 Case) કોઈ કેસ મળેલ નથી, અને કોઈ સેમ્પલ લેવામાં આવેલ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500