ભીલાડ રેલ્વે ફાટક સામે નેશનલ હાઈવે નંબર-48 ઉપરથી ગત તા.21 ઓગસ્ટના રોજ સાંજના સમયે મુંબઈથી વાપી જતી કાર સાથે વાપીથી ભીલાડ રેલ્વે ફાટક તરફ વળતો ટ્રક સાથે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ભીલાડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રક્ષાબંધન પર્વ નિમિત્તે મુંબઈમાં રહેતા પટેલ પરિવારના સભ્યો ગત તા.21 ઓગસ્ટના રોજ મુંબઈથી પોતાની કાર નંબર એમએચ/04/ઈએફ/7662 લઈને બરોડા તેમના ભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા. તે સમયે સાંજે 7.30 વાગ્યાના સમયે ભીલાડ પોલીસ સ્ટેશન નજીક રેલ્વે ફાટક સામે નેશનલ હાઈવે નંબર-48 ઉપર પહોચ્યા હતા. તે દરમિયાન વાપીથી ભીલાડ રેલ્વે ફાટક તરફ આવી રહેલ ટ્રક નંબર જીજે/15/ઝેડ/0861નો ચાલક ઓમપ્રકાશ દશરથ પ્રસાદ કેવટે પોતાના કબ્જાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કાર સાથે અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં પુષ્પાબેન અશોકભાઈ પટેલને જમણા હાથ અને ખભામાં ઈજા પહોંચી હતી,જયારે મોટી દિકરીને જમણા પગમાં ઈજા પહોંચી હતી અને નાની દિકરીને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે અશોકભાઈ નારણભાઈ પટેલએ ટ્રક ચાલક વિરુદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application