વાલોડના સ્યાદલા ગામમાં તીન પત્તીનો જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ૩૭ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે, જોકે પોલીસની રેઈડમાં ફરાર થઇ ગયેલા ચાર જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સોમવારે સાંજે વાલોડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વાલોડ તાલુકાના શ્યાદલા ગામના શાંતિનગરમાં આવેલ એક બંધ મકાનના ઓટલા ઉપરથી પાના પત્તાનો હાર જીતનો જુગાર રમતા ત્રણ જુગારીયાઓને રોકડ રકમ રૂપિયા ૧૨,૭૬૦/- મોબાઈલ ફોન નંગ-૩ જેની કિ.રૂ.૪૫૦૦/- એક એકટીવા મોપેડ ગાડી જેની કિં.રૂ.૨૦ હજાર તેમજ પાના પત્તા જુગારના સાધનો મળી કુલ રૂપિયા ૩૭,૨૬૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે પોલીસની રેઇડ જોઈ ચાર જુગારીયાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલા જુગારીયાઓની પૂછપરછ હાથ ધરતા નાશીછુટેલા આરોપીઓના નામ અને સરનામા જણાવ્યા હતા.જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પકડાયેલા જુગારીયાઓ
- ચન્દ્રકાંતભાઈ દીપકભાઈ મહુડે રહે, ઇદગાહ ફળિયું તા.વાલોડ
- મહેશભાઈ રવજીભાઈ હળપતિ રહે, નવાગાળા ફળિયું,સ્યાદલા ગામ તા.વાલોડ
- ભાવિકભાઈ પ્રવીણભાઈ પંચાલ રહે, વિઠ્ઠલનગર, મઢી ગામ તા.બારડોલી
વોન્ટેડ જુગારીયાઓ
- વિરલ દરબાર રહે, અંબેનગર,મઢી ગામ તા.બારડોલી
- ધર્મેશભાઈ રાજુભાઈ હળપતિ રહે, સ્યાદલા-વાલોડ
- જાવેદ અને અનવર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application