નવસારી નેશનલ હાઈવે ઉપર અષ્ટ ગામ પાસે ટેમ્પો ડિવાઈડર કુદાવી રોંગ સાઈડે જતો રહ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર બે કારને અડફેટે લેતા એક કારમાં સવાર મહિલા સહીત ૩ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય બે સહીત બીજી કારના ચાલકને શરીરે ઈજાઓ થઈ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત તાલુકાના બિલ્લાવાસ ગામે અને હાલ નવી મુંબઈ ખાલઘર શિવમંદિર પાસે રીધ્ધ્મ કોમ્પ્લેક્ષમાં પારસમલ ધનારામ ચૌધરી વિકાસ પારસભાઈ ચૌધરી,પ્રકાશ ઉકારામ ચૌધરી,કવિતા પારસભાઈ ચૌધરી અને ડીમ્પલ ચૈનારામ ચૌધરી સાથે વેગનાર કાર નંબર એમએચ-46-સીઈ-5228 માં રાજસ્થાનથી મુંબઈ જતા હતા દરમિયાન તેઓ નેશનલ હાઈવે ઉપર અષ્ટ ગામ પાસે રામદેવ હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક બંધ બોડીનો આઈસર ટેમ્પો નંબર જીજે-15-એવી-9317 ના ચાલકે ટેમ્પાના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો ડિવાઈડર કુદાવી પહેલી ટ્રેકમાં ચાલતી મારુતિ સુઝુકી એસએક્ષફોર કાર નંબર જીજે-05-સીકે-8548 ને અડફેટે લીધી હતી. સાથે જ પારસમલ ધનારામ ચૌધરીની કારને પણ અડફેટે લીધી હતી. જેથી એક કારમાં સવાર લોકોને ઈજા થઈ હતી. પરંતુ પારસમલ ચૌધરીની કારમાં સવાર વિકાસ ચૌધરી, પ્રકાશ ચૌધરી અને કવિતા ચૌધરીને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ત્યારે પારસમલ અને ડીમ્પલને તેમજ અન્ય કારમાં સવાર અન્ય લોકોને પણ ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે હસ્તીમલ સીરવીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ટેમ્પો ચાલક અને વલસાડના વાપી ચાર રસ્તામાં રહેતા સંતોષ રાજનાથ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application