ઉચ્છલ-સોનગઢ હાઈવે રોડ ઉપર આંનદ પુર ગામની સીમમાં શનિવાર નારોજ બાપોરે બેફામ દોડતી એક લક્ઝુરીયસ કારે ૩ ગાય અને ૧ ભેંસને અડફેટમાં લેતા ચારેય પશુઓના મોત થયા હતાં.બનાવની જાણ થતા ગામલોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આ અકસ્માતના બનાવમાં કારમાં સવાર બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
તાપીમિત્રના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 hi લખી મોકલો
સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ ઉચ્છલ-સોનગઢ નેશનલ હાઇવે માર્ગ નંબર ૫૩ ઉપર શનિવાર નારોજ બાપોરે પુરપાટ ઝડપે દોડતી એક લક્ઝુરીયસ કાર નંબર જીજે-૨૬-એબી-૭૬૯૪ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા હાઈવે ઓળંગી રહેલી ૩ ગાય અને ૧ ભેંસને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતના બનાવમાં ૩ પશુઓના ઘટના સ્થળે કરૂણ મોત થયા હતાં.જયારે અન્ય ૧ પશુને સારવાર હેઠળ મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે.
તાપીમિત્રના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 hi લખી મોકલો
અકસ્માત એટલો ભયાનક હતો કે,કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિકોના જણાવ્યા અનુસાર ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા (વનપાલ)મહિલા અધિકારીની આ કાર હોવાનું જાણવા મળ્યું છે.જોકે અકસ્માત સમયે તેઓ કારમાં સવાર નહોતા.આ મામલે અત્યારસુધીમાં આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500