નર્મદા જિલ્લામાં તા.૯ મી ડિસેમ્બર- ૨૦૧૭ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે થાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થયા બાદ મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાક (એટલે કે મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના ૪૮ કલાક) ના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ છે. તેમજ જે તે મતવિસ્તારના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઇપણ પક્ષના રાજકીય કાર્યકર્તા જે તે મતદાન મથકમાં રહી શકશે નહી સિવાય કે તેઓ જે તે સંસદીય / વિધાનસભા મત વિભાગમાંથી ચૂંટાયેલા સંસદસભ્ય / વિધાનસભાના સભ્ય તેઓ જે તે મત વિભાગના મતદાર હોય કે ન હોય તો પણ તેઓ મતવિભાગમાં રહી શકશે, પરંતુ ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. વધુમાં ઉક્ત ૪૮ કલાક દરમિયાન સંસદસભ્ય / ધારાસભ્ય જે સંસદીય / વિધાનસભા મત વિભાગમાંથી ચૂંટાયેલા હોય તે મત વિભાગમાં જ રોકાશે તથા અન્ય મત વિભાગની મુલાકાત લેશે નહીં.
મતદાન પુરુ થવાના સમયની તુરંત ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ઘેર ઘેર ફરીને ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ નથી. પરંતુ આ સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુ પાંચ વ્યક્તિ જઇ શકશે. તેમાં આ ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઘર ઘરની મુલાકાત દરમિયાન એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિઓથી વધુને મંજુરી નથી. વધુમાં પ્રતિબંધના સમય દરમિયાન પક્ષના કાર્યકરો / નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી, મફલર પહેરી શકશે પરંતુ બેનર્સ પ્રદર્શિત કરી શકાશે નહીં. આ જાહેરનામું વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા હોય તેવા સરકારી કર્મચારીઓને લાગુ પડશે નહિ.
આ જાહેરનામુ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમિયાન એટલે કે તા.૭/૧૨/૨૦૧૭ ના રોજ સાંજના ૫=૦૦ કલાકથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે તા.૯/૧૨/૨૦૧૭ સાંજે ૫=૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application