Tapi mitra news:ચોમાસાની શરૂઆતમાં જ વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જતા લોકોએ અંધારામાં રાત વિતાવવી પડે છે. વીજ વિભાગે કરેલી પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી છે. બારડોલીના વિસ્તારોમાં વીજ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે મહિનાઓ સુધી પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે, તેમ છતાં અહીના એરિયામાં ચોમાસાની શરૂઆત થતાં જ વીજ ધાંધિયા શરૂ થઈ જાય છે.
બારડોલી તાલુકાના સેજવાડ ગામના વિસ્તારમાં દિવસે તો ઠીક પરંતુ રાત્રિ દરમિયાન પણ વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકોએ વરસાદમાં અંધારામાં રાત વિતાવવાની નોબત ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દિવસના સતત વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ઘરના મોંધા ઈલેક્ટ્રીકલ ઉપકરણોને ભારે નુકશાન થવાની શક્યતા વ્યક્ત કરી હતી.સેજવાડ ગામના રબારી ફળિયું,ટાંકી ફળિયું,મંદિર ફળિયું, મિસ્ત્રી ફળિયું તેમજ હળપતિવાસમાં છેલ્લા 10 દિવસથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવે તો ડીજીવીસીએલ ના અધિકારીઓના કાને વાત સાંભળતી ના હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. અહી રાત્રિ દરમિયાન વીજ પુરવઠો બંધ થઇ જતાં ગામડામાં લોકોએ અંધારામાં રાત વિતાવવી પડે છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદના લીધે ખેતર માંથી સાપ, વીંછી સહિત સરિસૃપો લોકોના ઘરમાં આવી જાય છે અને તેના દંશ મારવાના બનાવો પણ અવારનવાર બને છે. લોકો હવે રાત્રે ઉજાસ માટે દીવો, ફાનસ પર નહીં પરંતુ વીજળી પર જ સંપૂર્ણ આધાર રાખે છે ત્યારે ચોમાસાની શરૂઆતના દિવસોમાં જ વીજળી બંધ થઈ જતા લોકો કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. વીજ વિભાગ દ્વારા ચોમાસા પહેલા એક મહિના સુધી પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે તેમ છતાં વીજ પુરવઠો બંધ થઈ જતા પ્રિ-મોન્સૂન કામગીરીમાં થયેલી લાલિયાવાડીની પોલ ખુલી રહી છે. સેજવાડના વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખી વીજ વિભાગના અધિકારીઓ આ બાબતે ગંભીરતા દાખવે તે જરૂરી છે.
high light-સેજવાડ ગામના રબારી ફળિયું,ટાંકી ફળિયું,મંદિર ફળિયું, મિસ્ત્રી ફળિયું તેમજ હળપતિવાસમાં છેલ્લા 10 દિવસથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application