Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં વર્ષો જુની આંગડીયા પેઢીનું કરોડોમાં ઉઠમણું કયું હોવાની ચર્ચા

  • June 18, 2020 

Tapi mitra news:હાલમાં કોરોના વાયરસની મહામારીને્ લઈને વેપાર ધંધાઓ ઠપ્પ થતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે.તે વચ્ચે આજે સવારે સુરતમાં ટોપ-ટેનમાં આવતી વર્ષો જુની ભવાનીવાડ ખાતે આવેલ એક આંગડીયા પેઢી દ્વારા કરોડો રૂપિયામાં ઉઠમણું કયું હોવાની ચર્ચા આજે સવારથી વાયુવેગની માફક પ્રસરતા વેપારીઓ તેમજ બજારમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. ભવાનીવડ ખાતે આવેલી ઓફિસ સહિત ભાવનગર, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની ઓફિસને તાળા લાગી ગયા હતા. આંગડીયા પેઢીના ઉઠમણાને લઈને વેપારી સહિત ઉદ્યોગ જગતમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો. તો બીજી તરફ નાણા ફસાય જતા લોકો દોડતા થયા હતા.   સુત્રોના જણાવ્યા મુજબ મહિધરપુરા ભવાનીવડ ખાતે આવેલી મેસર્સ જયંતીલાલ અંબાલાલ ચોકસી નામની  આંગડીયા પેઢી સુરતમાં વર્ષો જુની છે અને તેની સુરત ઉપરાંત અમદાવાદ, ભાવનગર, દિલ્હી અને મુંબઈમાં શાખાઓ આવેલી છે. જયંતીલાલ અંબાલાલ આંગડીયા પેઢીની એકથી દસમાં ગણતરી થાય છે. અને પેઢીનું મોટાપાયે કામ ધરાવે છે. દરમિયાન ગઈકાલે સાંજથી પેઢી દ્વારા ઉઠમણું કરવામાં આવ્યું હોવાની વાત વાયુવેગની માફક ફેલાઈ હતી. અને તેની સુરતમાં ભવાનીવડ ખાતેની અને મુંબઈ સહિતની ઓફિસને તાળા લાગી ગયા હતા. માર્કેટમાં ચાલતી ચર્ચા પ્રમાણે જયંતી અંબાલાલ આંગડીયા પેઢી દ્વારા ૪૦૦ કરોડથી વધુનું ઉઠમણું કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગના રૂપિયા હવાલાના હોવાનું કહેવાય છે. આંગડીયા પેઢીના ધંધામાં એકથી દસમાં નામ ધરાવતી જયંતીલાલ અંબાલાલ આંગડીયા પેઢી દ્વારા ઉઠમણું કરવામાં આવ્યું હોવાની ચર્ચાને લઈને માર્કેટ સહિત ઉદ્યોગ જગતમાં ભારે ખળભળાય વ્યાપી ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application