Tapi mitra news:સુરતના દેવધ કેનાલ રોડ દેવી ક્રુપા સોસાયટીમાં આવેલા ગેરેજના પાછળના ભાગેથી પતરા તોડી અંદર પ્રવેશ કરી ચોર રાત્રી દરમિયાન કાર રીપેરીંગના અને ઇન્શ્યોરન્સના રોકડી મળી કુલ રૂ.૫૮,૨૫૦ ચોરી ફરાર થઇ ગયો હતો.
મૂળ જૂનાગઢના ભેસાણ તાલુકાના કુંભારીયા ગામના વતની અને હાલ સુરતમાં પુણા ગામ સીતાનગર ચોક છીતુનગર સોસાયટી પ્લોટ નં.૨૩૪ માં રહેતા ૨૯ વર્ષીય ગૌરવભાઇ મનુભાઈ હડીયા લીંબાયત દેવધ કેનાલ રોડ દેવી ક્રુપા સોસાયટી પ્લોટ નં-૨,૩ માં જય મહાકાલ કાર ગેરેજના નામે કાર રીપેરીંગનું કામ કરે છે. તા.૧૪મીથી ૧૫મી જુનના રોજ રાત્રી દરમિયાન ચોર ગેરેજના પાછળના ભાગેથી પતરા તોડી અંદર પ્રવેશ્યો હતો.ત્યારબાદ ટેબલની અંદર ખાનામાં મુકેલા કાર રીંપેરીંગના તેમજ ઇન્શ્યોરન્સના રોકડા રૂ.૫૮,૨૫૦ની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરી અંગે ગૌરવભાઈએ જાણ થતાં લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application