Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારના ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટના વિરોધમાં ક્લેક્ટરને આવેદનપત્ર

  • June 18, 2020 

Tapi mitra news:શહેરના એમ્બ્રોઈડરી થ્રેડ એન્ડ જરી એસોશિએશન દ્વારા કેન્દ્ર સરકારના નવા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. વેપારીઓએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ એટલે કે ચેક બાઉન્સના કાયદામાં થયેલા ફેરફારનો વિરોધ કર્યો છે. એસોસિએશન દ્વારા ક્લેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને આ મહામારીમાં કરવામાં આવેલા કાયદાથી તેમને વ્યાપક નુકસાન જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આ કાયદામાં વેપારના હિતમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરત શહેરના એમ્બ્રોડરી ટ્રેડ એન્ડ જરી એસોસીયેશન દ્વારા કેન્દ્ર સરકારના નવા કાયદાના લઇ તેઓમાં રોષ જાવા મળી રહ્ના છે. ચેક બાઉન્સના કાયદામાં થયેલા ફેરફારનો વિરોધ કરી સુરત એમ્બ્રોઈડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ નોધાવ્યો હતો. વેપારીઓએ જણાવ્યુ હતુ કે નાણા મંત્રાલયે ૩૯ આર્થિક અપરાધોને ડિક્રીમિલાઈઝેશન કરવાનો પ્રસ્તાવ કરેછે. જેમાંથી એક ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ પણ છે. ધી નેગોશિયલબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮માં કાયદેસરના લેણા અદા કરવા કે કાયદેસરનું અવેજ ચુકવવા ચેક આપી તેને પરત કે બાઉન્સ કરવા તો તેની ઉપર ગુનાહિત જવાબદારી વિકસે છે. જેની માટે નામદાર કોર્ટ મહત્તમ બે વર્ષની સજા અથવા ચેકની રકમથી બમણી રકમની દંડની સજા કે બંન્ને કરી શકે છે. જેથી વેપાર ધંધા માટે મુશ્કેલી બની શકે તેમ હોય વેપારીઓએ વિરોધ કરીને વેપાર હિતમાં યોગ્ય કાયદો બનાવવાની માંગ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application